Raj Shekhawat: અમદાવાદમાં પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ અને કરણીસેના દ્વારા કમલમ ખાતે ઘેરાવની ચીમકી આપી છે. માહિતી મુજબ ક્ષત્રિય સમાજ અને કરણીસેનાના અગ્રણીઓની મોડી રાતથી અટકાયત કરવા આદેશ આપવામાં આવ્યા છે. આદેશના પગલે પોલીસ એલર્ટ થઈ ગઈ છે (Raj Shekhawat arrest). કમલમ ખાતે ઘેરાવા પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના રાજ શેખાવતને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમજ પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી.
કરણીસેનાના કાર્યકરોમાં રોષ ભભૂક્યો
રાજ શેખાવતને સાયબર ક્રાઈમ લઈ જવામાં આવ્યા છે. જ્યા કરણી સેનાના કાર્યકરો એકઠા થવા લાગ્યા છે. સાયબર ક્રાઈમની ઓફિસનો ગેટ બંધ કરી સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર રાજ શેખાવતની પાઘડી પોલીસકર્મીથી નિકળી જતા કરણીસેનાના કાર્યકરોમાં રોષ ભભૂક્યો છે. સાયબર ક્રાઈમ બહાર એકઠા થઈ પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. પાઘડીનું અપમાન થયાનું પણ જણાવી રહ્યા છે. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. એક કાર્યકરે જણાવ્યું હતું કે, જેની પાઘડી ઉછળી જાય એનું જીવન સમાપ્ત, પોલીસે રાજ શેખાવતની પાઘડી ઉછાળી છે, હવે ક્ષત્રિય સમાજ આનો જવાબ માગી રહ્યો છે. કરણીસેનાના કાર્યકરોએ હોબાળો કરતા 3 આગેવાનને સાયબર ક્રાઈમમાં રાજ શેખાવતને મળવા જવા દેવામાં આવ્યા છે. કરણીસેનાના કાર્યકરોને પોલીસે સાયબર ક્રાઈમથી દૂર કર્યા છે. સાયબર ક્રાઈમ બહારથી કરણીસેનાના આગેવાનો નીકળ્યા છે.
કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયુ
ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેઓની હાલમાં પોલીસે અટકાયત કરી છે. મોટી સંખ્યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા રાજ શેખાવતે હુંકાર કર્યો છે. રાજ શેખાવતના જણાવ્યા અનુસાર ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયો કમલમ પહોંચશે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” છાવણીમાં ફેરવાઇ ગયુ છે.મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ ખડકાઈ છે. ગાંધીનગર અને ખાસ કરીને કમલમ ખાતે સલામતી શાખા, SRP, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રાજ શેખાવતે અટકાયત બાદ ફેસબુકમાં શું લખ્યું છે જુઓ:
અટકાયત પહેલાં એરપોર્ટથી રાજ શેખાવતે એક વીડિયો બનાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App