આસામમાં એક પત્રકારને વીજળીનાં થાંભલે બાંધીને તેની સાથે મારઝૂડ કરવાનાં ફોટા સોશિયલ મીડિયામાં બહાર આવ્યા પછી સમગ્ર મીડિયામાં હોબાળો મચ્યો છે. આ બનાવનાં અમુક ફોટા બહાર આવ્યા હતા, તેમાં જોઈ શકાય છે કે, આ પત્રકારને એક વીજળીનાં થાંભલાની સાથે બાંધીને મારવામાં આવ્યો છે.
ફોટામાં આસામનાં દૈનિક અખબાર પ્રતિદિનનાં પત્રકાર મિલન મહંતા છે, જે કરૂપ જિલ્લામાં રહે છે. ફોટામાં જોઈ શકાય છે કે, તેમનાં હાથ થાંભલાની સાથે બાંધેલા છે તેમજ 5 વ્યક્તિ તેમની પર હુમલો કરે છે. મળેલ માહિતી અનુસાર આ બનાવ રવિવારનાં રોજ મિર્ઝામાં બની હતી, જે ગુવાહાટીથી 40 km દુર પશ્ચિમમાં છે.
મિલન મહંતાને ગરદન, માથા તેમજ કાન પર ગંભીર ઈજાઓ થઈ છે. તેઓએ પલાશ બારી પોલીસ સ્ટેશનમાં એક FIR નોંધાવી છે. તેઓએ પોતાની FIRમાં કહ્યું છે કે, તેમનાં ઉપર હુમલો કરનારા વ્યક્તિઓ જુગારીઓ હતાં.
મિલન મહંતાએ હાલનાં સમયમાં જ આસામમાં દિવાળી અગાઉ ગામના વિસ્તારોમાં વધેલા જુગારનાં ચલણ પર ન્યૂઝ રિપોર્ટની સીરીઝ ચલાવવામાં આવી હતી. મહંતાનાં સહયોગીઓએ તેમનાં ઉપર થયેલા હુમલાની સામે પ્રદર્શન કર્યું. પોલીસ દ્વારા આ હુમલાનાં કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર બાકીનાં હુમલાખોરોને શોધમાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.
બહાર આવેલ વીડિયોમાં જે બનાવક્રમ છે તે હિસાબથી મિલન મહંતા રસ્તાનાં કિનારે એક દુકાનની સામે રોકાય છે, તે સમયે જ તેમને ઘણા લોકોએ ઘેરી લે છે તેમજ બાદ પાસેનાં વીજળીનાં થાંભલાની સાથે બાંધીને મારવા લાગ્યા હતાં. આ વીડિયોમાં હુમલાખોર એવો પણ દાવો કરતાં દેખાય છે કે, મહંતાએ તેમની પાસેથી રૂપિયા માંગ્યા હતા. આ આરોપીઓ દ્વારા તેમનાં સાથી કર્મચારીએ આ આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle