છેલ્લા 24 કલાકમાં આ વર્ષનો સૌથી મોટો ‘કોરોના વિસ્ફોટ’- સંપૂર્ણ લોકડાઉનને લઈને આજે આવશે મહત્વનો નિર્ણય

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના પોતાનો કહેર પ્રસરાવી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના મહામારીની બીજી લ્હેર શરુ થઈ ગઈ છે. જેને લીધે દેશમાં કોરોના વાયરસના…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના પોતાનો કહેર પ્રસરાવી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના મહામારીની બીજી લ્હેર શરુ થઈ ગઈ છે. જેને લીધે દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તેને કોવિડ 19ની બીજી લહેર ગણાવવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં છેલ્લા ફક્ત 24 કલાકમાં કોરોનાના 81,000 થી પણ વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. અનેકવિધ રાજ્યોમાં કોરોનાનાં કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે પણ સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. એક બાજુ દિલ્હી સરકાર દ્વારા પણ ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.

કોરોનાના 81,000થી વધુ નવા કેસ:
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે સમગ્ર દેશમાંથી કોરોનાના નવા 81,466 દર્દીઓ નોંધાઈ ચૂકયા છે. આની સાથે જ કુલ કેસનો આંકડો 1,23,03,131 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,15,25,039 લોકો રિકવર થયા છે જ્યારે 6,14,696 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

ફક્ત એક જ દિવસમાં 469 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. આની સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,63,396 ને પણ પાર કરી ચૂકયો છે. સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 6,87,89,138 લોકોને રસી આપી દેવામાં આવી છે.

બીજી લહેરમાં કોરોનાની ઝડપ 4 ગણી વધુ:
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર થોડી અલગ છે. આ વખતે સંક્રમણની ઝડપ ગયા વર્ષની તુલનામાં 4 ગણી વધુ છે. જો કે, આ વખતેનું સંક્રમણ ખુબ ઓછું જોખમ છે પણ આ વખતે યુવાનો કોરોના સંક્રમણની ઝપેટમાં વધારે આવી રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ મળવા એ પણ એક ખુબ મોટો પડકાર બન્યો છે.

રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના સતત વધતા જતાં કેસ પછી સ્તિથી બગડવા લાગી છે. ગુરુવારનાં રોજ કોરોનાના 2790 નવા કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા આજે સાંજે 4 વાગે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કોરોનાના સતત વધતા પ્રકોપને અટકાવવા માટે એક્શન પ્લાન, વેક્સીનેશનની હાલની સ્થિતિ, કન્ટેન્મેન્ટ ઝોન, હોસ્પિટલોમાં બેડ મેનેજમેન્ટની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 43,183 થી વધુ કેસ:
સમગ્ર દેશમાં સૌથી વધારે કોરોનાનો પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક કુલ 43,183 લોકો વાયરસથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે.

આની પહેલા પણ 28 માર્ચનાં રોજ મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 40,414 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી કુલ 249 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 28,56,163 લોકો સંક્રમિત થઈ ચૂકયા છે તેમજ એમાંથી 24,33,368 લોકો સાજા થઈ ગયા છે. જયારે 54,898 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.

મુંબઈમાં લાગી શકે છે સંપૂર્ણપણે લોકડાઉન:
જયારે મુંબઈમાં કોરોનાએ ફરી એકવખત રેકોર્ડ બનાવ્યો છે. જ્યાં માત્ર એક જ દિવસમાં 8,646 કેસ નોંધાઈ ચૂકયા છે. આ દરમિયાન 18 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં સતત બગડતી પરિસ્થિતિને જોતા આજે અનેક મોટી જાહેરાત થઈ શકે છે.

મુંબઈમાં ધાર્મિક સ્થળો સંપૂર્ણ રીતે બંધ થઈ શકે છે. આની સાથે જ મોલ સિનેમાઘરો પણ બંધ થઈ શકે છે. લોકલ ટ્રેનમાં એકવખત ફરીથી જરૂરી સેવાઓ સાથે જોડાયેલ કર્મચારીઓને બાદ કરતા તમામ લોકો માટે એન્ટ્રી બંધ થઈ શકે છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર દ્વારા કડક પ્રતિબંધો લાગુ કરવાના સંકેત આપવામાં આવ્યા છે. આની ઉપરાંત સંપૂર્ણ લોકડાઉનની આશંકાનો પણ ઈન્કાર કરી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *