અતીક અહેમદ જેવા જ કુખ્યાત અનિલ દુજાનાનું એન્કાઉન્ટર

Gangster Anil Dujana Encounter

યુપી(UP) પોલીસના STFએ કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના(Gangster Anil Dujana)ને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. STF એ અનિલ દુજાનાને મેરઠમાં એન્કાઉન્ટરમાં માર્યો હતો. અનિલ દુજાના ગ્રેટર નોઈડાનો રહેવાસી હતો.

અનિલ દુજાનાનો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખુબ ખોફ હતો. દુજાના વિરુદ્ધ 60થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશ પોલીસ ઘણા સમયથી અનિલ દુજાનાને શોધી રહી હતી. તેણે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પણ ભયનું સામ્રાજ્ય જાળવી રાખ્યું હતું.

અનિલ દુજાના 2012માં જેલમાં ગયો હતો અને 2021માં તે જેલમાંથી બહાર આવ્યો હતો. પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ પણ તેણે ગુનાઓ આચરવાનું ચાલુ રાખ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તે અનેક ગુનાહિત કેસોમાં સંડોવાયેલો હતો. તેની સામે અનેક કેસ પણ નોંધાયા હતા.

યુપી એસટીએફને એવી બાતમી મળી હતી કે અનિલ દુજાના મેરઠના એક ગામમાં ગુનાહિત ઘટનાને અંજામ આપવા માટે આવવાનો છે. આ સમાચાર પર STFએ ઘેરાબંધી કરી હતી. STFની ટીમે પોતાને ઘેરાયેલો જોઈને અનિલ દુજાનાએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એસટીએફની જવાબી કાર્યવાહીમાં અનિલ દુજાનાનું મોત થયું હતું.

અનિલ દુજાના ગ્રેટર નોઈડા (ગૌતમ બુદ્ધ નગર)ના બાદલપુરના દુજાના ગામનો રહેવાસી છે. તેની સામે કુલ 62 કેસ નોંધાયેલા છે, જેમાંથી 18 કેસ હત્યા સાથે જોડાયેલા છે. તાજેતરમાં બહાર આવેલી ગૌતમ બુદ્ધ નગરના ગેંગસ્ટરોની યાદીમાં અનિલ દુજાનાનું નામ પણ હતું. મળતી માહિતી મુજબ સુંદર ભાટી પર માત્ર અનિલ દુજાનાએ જ AK47 ફાયરિંગ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *