થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં એક અજબ ગજબ ઘટના બની. એક મહિલાને કાનમાં દુખતુ હતું એટલે તે ડૉક્ટર પાસે પહોંચી. જ્યારે ડૉક્ટરે મહિલાનો કાન તપાસ્યો તો કાનમાંથી ગરોળી નીકળી. ડૉક્ટરે ચીપીયા વડે નાનકડી ગરોળીને પકડીને બહાર નીકળી. આ વાત જાણ્યા બાદ ડૉક્ટર એટલા ખુશ થઈ ગયા કે પોતાના ફેન્સને જણાવવા માટે ફેસબુક પર પણ આ વિશેની માહિતી શેર કરી.
વરકન્યા નામના આ ડૉક્ટરે લખ્યું હતું કે, કામ પર પહેલો દિવસ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. હું ડોક્ટર છું અને રાજાવિથી હોસ્પિટલમાં આજે મારો પહેલો દિવસ હતો. હું કામ પૂર્ણ કરીને ઘરે નીકળી રહી હતી. એટલામાં કાનની સમસ્યાને લઈને એક મહિલા મારી પાસે પહોંચી ગઈ.
મહિલા ડૉક્ટરને લાગ્યું કે, કાનમાં કોઈ કિડો છે. કાનનો ઓટોસ્કોપ કરવામાં આવ્યો. ઓટોસ્કોપ દ્રારા જાણકારી મળી કે મહિલાના કાનમાં કોઈ કિડો ચાલી રહ્યો છે. એ કિડો બહાર નીકળી શકે આ માટે એન્ટીબાયોટિક દવા નાખવામાં આવી. પણ આમ કરવા છતાં કામ બન્યું નહીં.
એ પછી કાનમાં ચીપીયા વડે કિડાને બહાર કાઢવામાં આવ્યો. જેને જોઈને બાદમાં ડૉક્ટરની આંખો પણ ફાટી ગઈ હતી. કારણ કે મહિલાના કાનમાં કોઈ નાનો એવો કિડો નહોતો પણ ગરોળી હતી. થાઈલેન્ડમાં આવા પ્રકારની ગરોળીને ઝિંકઝોક કહેવામાં આવે છે.
ડૉક્ટરે પોતાના ફેસબુક પોસ્ટમાં એ પણ બતાવ્યું કે, મહિલાનો કાન પૂરી રીતે સુરક્ષિત છે અને હાલ ડૉક્ટર તેની સારવાર કરી રહ્યા છે. હાલ તો આ પોસ્ટ શેર કરનારી વરકન્યા નામની આ ડૉક્ટરને દર્દી સામેથી ફરિયાદ મળી હોય કે શું તેણે ફેસબુક પોસ્ટને ડિલીટ કરી નાખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.