થોડાં મહિના પહેલાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં એને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે હાલમાં ખુબ જ ચર્ચામાં આવી રહી છે.
એમના સોશિયલ મીડિયામાં એ હાલમાં ખુબ જ એક્ટીવ જોવાં મળી રહી છે તથા સુશાંતનાં લાખો ચાહકોનું દિલ જીતી રહી છે. અંકિતાએ હવે સુશાંતનાં સ્વપ્નને પૂર્ણ કરવાં માટેનાં પ્રત્યન શરૂ કરી દીધા છે. અંકિતાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલ ‘#PlantsForSSR’ અભિયાનમાં ભાગ લીધો છે.
‘#PlantsForSSR’ અભિયાનની શરૂઆત સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંઘ કીર્તિ દ્વારા કરવામાં આવી હતી. અંકિતાએ એની પ્રિય મિત્ર હાચીની સાથે ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસ્વીરોમાં અંકિતા તેમજ એનો ડોગ હાચી મુંબઇમાં એમના ઘરે વૃક્ષારોપણ કરતાં જોવાં મળી રહ્યાં છે.
તસ્વીરોની સાથે એમણે લખ્યું હતું કે , હાચી તથા મમ્મા મારો સાથી બધાં જ છોડને વાવે છે. સુશાંતનું સ્વપ્ન પૂરૂ કરવું એ અમારું સ્વપ્ન રહેલું છે. આ તસ્વીરોમાં અંકિતા એના બાલ્કનીમાં બગીચામાં બેઠેલી જોવાં મળી રહી છે. જેમાં એમની આજુબાજુ ઘણાં વાસણો પણ જોવાં મળી રહ્યાં છે, જેમાં એ રોપાઓ વાવી રહી છે.
અંકિતાએ અહીં સુંદર ઓરેન્જ કલરનો ડ્રેસ પહેરેલો છે. આની પહેલાં સુશાંતની બહેન શ્વેતાએ એના વિશે ટ્વીટ કર્યું હતું તેમજ તમામ લોકોને આ પહેલને ટેકો આપવા વિનંતી કરી હતી. કારણ કે, કુલ 1,000 વૃક્ષોને રોપવાનું સુશાંતનું સપનું હતું.
શ્વેતાએ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, અમારી આવતી કાલની ઝુંબેશ ‘#PlantsForSSR’ ને ભૂલશો નહીં. અમારા પ્રિય સુશાંતને માટે, તમે લોકો વૃક્ષો વાવો એ જોવાંની રાહ જોવાનું ગમશે. અંકિતા સુશાંતનાં મૃત્યુ પછીથી સતત સુશાંતનાં પરિવારને ટેકો આપી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en