પત્રકાર છું, તમારી કંપની બંધ કરાવી દઈશ એમ ધમકી આપનાર મહિલા સહીત ટોળકી અંકલેશ્વરમાં તોડ કરવા જતા પકડાયા

Ankleshwar GIDC Bogus journalist gang arrested: ગુજરાત (Gujarat)રાજ્યના અંકલેશ્વર જી.આઈ.ડી.સી (Ankleshwar GIDC News)માંથી પટાવટ કરવાના નામે ખંડણી માંગનાર બોગસ પત્રકાર ગેંગ ઝડપાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.કિશોરભાઈ ઉર્ફે અલ્પેશભાઈ નામના એક વ્યક્તિ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પ્લોટ નંબર 5157માં હરિહર કેમિકલ નામની કંપની લગભગ છેલ્લા 20 વર્ષથી ચલાવી રહ્યા છે અને પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ પેટ્રોકેમિકલ નો વેપાર કરી રહ્યા છે.

તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું કે તેઓ જ્યારે કંપનીમાં હતા ત્યારે લગભગ સાંજના ચારેક વાગે એક મહિલા અને તેની સાથે અન્ય ત્રણ ઈશમો લાલ રંગની એક કારમાં કંપની પર આવ્યા અને જણાવ્યું કે અમે પત્રકાર છીએ અને અગાઉ તમારી અને તમારી બાજુમાં આવેલી કંપનીમાં સરકારી એજન્સીની રેડ પડેલી હતી, જેના અનુસંધાને અમે આવ્યા છીએ. વધુ વાતો વાત કરતા ઈશમોએ કહ્યું કે તમે આ છે પેટ્રોકેમિકલ સ્ટોર કરો છો તેનું તમારી પાસે લાઇસન્સ નથી અને તેમ છતાં તમે આ પેટ્રોકેમિકલ નું વેપાર કરી રહ્યા છો, આ બધું તમે લોકો ગેરકાયદેસર રીતે કરી રહ્યા છો. અમારી પાસે આ સમગ્ર વાતનો ફોટાઓ તથા વિડીયો સાથેના પુરાવા છે.

આટલું સાંભળતા જ કિશોરભાઈએ કહ્યું કે, અમે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર રીતે કાર્યકર્તા નથી અને અમારી પાસે લાયસન્સ પણ છે. ત્યારબાદ પત્રકાર બનીને આવેલી મહિલાએ કહ્યું કે તમારી કંપની પર એજન્સી રેડ અમે કરવી શક્યે છીએ, આ સાંભળીને કિશોરભાઈએ કહ્યું કે આપણે લઈ-દઈ સમગ્ર મામલો અહીં જ પતાવી દઈએ. ત્યારબાદ પત્રકાર બનીને આવેલા લોકોએ કહ્યું કે અમે જ્યારે એજન્સી મારફતે રેડ પડાવીએ ત્યારે અમને ૨૦ ટકા મળે છે, સાથે આવેલી મહિલાએ કહ્યું કે તમારી બાજુમાં જે કંપની છે તેમના માલિકને પણ અહીં બોલાવો. 

ત્યારબાદ વાતચીત કરી અને બંનેએ ભેગા મળીને બે લાખ રૂપિયા આપવા અને આ સમગ્ર ઘટનાને અહીં જ દબાવાનું કહ્યું હતું. ત્યારબાદ બાજુના કંપનીના માલિક મિતુલભાઈ એ અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રમુખ ને ફોન કર્યો અને તેઓ થોડી જ વારમાં કંપની પર આવી ગયા હતા. ત્યારબાદ કિશોરભાઈ અને મિતુલભાઈએ સમગ્ર ઘટના વિશે જીઆઇડીસી ના પ્રમુખ ને વાત કરી હતી.

જ્યારે મહિલા અને તેની સાથે આવેલા માણસો પાસે તેઓ એજન્સી મારફતે આવ્યા છે તે વાતના પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેમની પાસે કોઈ પણ પ્રકારની ઓળખ હતી નહીં. જ્યારે તેમની સાથે વાત કરતા મહિલાનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેનું નામ સુનિતાબેન સુરેશભાઈ પટેલના હોવાનું સામે આવ્યું હતું. મહિલા સાથે આવેલા લોકોના નામ ભરતભાઈ દિનેશભાઈ મિસ્ત્રી, વિનોદભાઈ નથુભાઈ જાદવ, મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાસવા હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ એસોસિએશન પ્રમુખે આ સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરી હતી, પોલીસને ઘટનાની જાણ થતા તરત જ ટીમ સાથે ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા અને આ મહિલા સહિત તેની સાથેના માણસોને ધડ પકડ કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *