કોરોના મહામારી દરેક લોકોને આર્થિક અને માનસિક રીતે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. સાથે સાથે સૌથી વધારે તકલીફ શિક્ષણ જગતને પડી છે. એકતરફ પૂરેપૂરી ફી પણ વસુલી લીધી છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓને પોતાના ઘરે ઘરે જ ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ઓનલાઈન અભ્યાસથી કંટાળીને કેટ કેટલા વિદ્યાર્થીઓએ આપઘાત પણ કરી લીધો છે, કેટ કેટલા વિદ્યાર્થીઓ પાસે કોરોના કાળમાં આર્થિક સુવિધા અને સાધનો ન હોવાથી શિક્ષણમાં ઘણી તકલીફો પડી રહી હતી અને હાલ પણ ચાલુ જ છે.
આવી પરીસ્થિતિ વચ્ચે દેશના એક રાજ્યમાં દુરદર્શન ચેનલ પર વિદ્યાર્થીઓને મફતમાં ભણવામાં આવી રહ્યું છે. બિહાર સરકારે 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓ માટે ડીડી બિહાર પર વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે. વર્ગો સોમવાર 10 મે 2021 થી શરૂ થશે. રાજ્ય સરકારે દૂરદર્શન પર વર્ગો પ્રસારણ કરવાનું નક્કી કર્યું છે જેથી દરેક વિદ્યાર્થી આ સુવિધાનો લાભ લઈ શકે.
દરેક વર્ગ 16 થી 17 મિનિટનો હશે અને એક કલાકમાં આવા ત્રણ વર્ગ હશે. અભ્યાસક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓને કોરોના રોગચાળા દરમિયાન સ્વસ્થ કેવી રીતે રહેવું એ પણ શીખવવામાં આવશે. જ્યારે આ વર્ગો દરમિયાન કોઈ સવાલ પૂછવાનો કોઈ વિકલ્પ રહેશે નહીં, ડીડી બિહારના વર્ગો એવા વિદ્યાર્થીઓ માટે રાહત થશે કે જેમની પાસે ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનની સુવિધા નથી.
બિહાર સરકારની આ પહેલથી રાજ્યની 8 હજાર હાઈસ્કૂલના લગભગ 36 લાખ બાળકોને લાભ થશે. બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ દ્વારા ગયા વર્ષની જેમ ‘મેરા દૂરદર્શન મેરા વિદ્યાલય’ કાર્યક્રમ તૈયાર કર્યો છે. વર્ગખંડ માટે ડિજિટલ અભ્યાસક્રમ યુનિસેફના તકનીકી સપોર્ટથી બનાવવામાં આવ્યો છે. વર્ગોનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. વિષય નિષ્ણાંતોએ હાઇ સ્કૂલના શિક્ષકોની સહાયથી આખો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. વિદ્યાર્થીઓ પ્રસારણના એક દિવસ પહેલા વિષયોની સૂચિ વિશે માહિતી મેળવશે.
9 અને 10 ના વર્ગનો વર્ગ સમય સવારે 10 થી 11 સુધી, અને 11 અને 12 ના વર્ગ માટે સવારે 11 થી બપોર સુધીનો રહેશે. સાથે સાથે દરેક વાલીઓને કહેવામાં આવ્યું છે કે, માતાપિતા અને શિક્ષકોએ ખાતરી કરવી પડશે કે વિદ્યાર્થીઓ સમયસર તેમનો વર્ગ જુએ. હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે, શું દેશના વિવિધ રાજ્યોમાં પણ આવું આયોજન કરીને દેશના કરોડો બાળકોના હિતમાં આ નિર્ણય લેવા માટે સરકાર સક્ષમ છે? કોમેન્ટ કરી તમે પણ જણાવો તમારો અભિપ્રાય…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.