માલ્યા, ચોકસી, મોદી બાદ રામદેવ કંપનીના માલિક 6 બેન્કોનું કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ફરાર- જાણો અહી

પાછલા કેટલાક વર્ષોથી ભારતીય બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને વિદેશ ભાગી જતા ભાગેડુ ઓની યાદી માં વધારો થતો જાય છે. વિજય માલ્યા, નીરવ મોદી,…

પાછલા કેટલાક વર્ષોથી ભારતીય બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને વિદેશ ભાગી જતા ભાગેડુ ઓની યાદી માં વધારો થતો જાય છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓની સૂચિમાં ત્રણ નામ બીજા સામેલ થયા છે. રામદેવ ઈન્ટરનેશનલના ત્રણ ભાગીદારો ભારતીય સ્ટેટ બેન્ક ની માન્યતા વાળી છ બેન્કો પાસેથી 411 કરોડ રૂપિયાની ગોલમાલ કરીને વિદેશ ફરાર થઈ ગયા છે. CBI એ હાલ ત્રણે પ્રવર્તક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. CBI ને જાણકારી મળી કે દિલ્હીમાં રહેનાર આ કંપનીના માલિકો દ્વારા છ બેન્કો પાસેથી ઉધાર લઈને વર્ષ 2016 થી લાપતા થઈ ચૂક્યા છે.

અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે સીબીઆઈ દ્વારા આ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી તે પહેલાં જ તેઓ દેશ છોડીને ભાગી ચૂક્યા છે. સીબીઆઈએ હાલ પશ્ચિમ એશિયાના દેશો અને યુરોપના દેશોમાં બાસમતી ચોખા નું એક્સપોર્ટ કરતી કંપની અને તેના ત્રણ નિર્દેશકો નરેશકુમાર, સુરેશકુમાર અને સંગીતા વિરુદ્ધ SBI ના કહેવાથી ફરિયાદ દાખલ કરી છે. આમના પર ધોખાધડી, ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. SBI નો આરોપ છે કે આ ત્રણ વ્યક્તિઓએ બેંકને 173 કરોડનો ચૂનો લગાવ્યો છે.

SBI એ ફરિયાદમાં કહ્યું છે કે કંપનીની કર્નાલ જિલ્લામાં ત્રણ ચોખાની મિલો તેમજ આઠ સોર્ટિંગ અને ગ્રાઈડિંગના યુનિટ છે. કંપનીએ પોતાના વેપાર માટે સાઉદી અરબ અને દુબઈમાં પણ ઓફિસ ખોલી છે. SBI સિવાય કંપનીએ કેનેરા બેન્ક, યુનિઅન બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને કોર્પોરેશન બેન્ક પાસેથી પણ લોન લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે કોરોનાવાયરસ ને કારણે લાગુ થયેલ લોકડાઉન માં આ કંપની પર દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી નથી. તપાસ એજન્સીઓ આરોપીઓની શોધખોળ શરૂ કરશે.

અધિકારીએ કહ્યું કે જો આરોપીઓ તપાસમાં સામે નહીં થાય તો તેમની વિરુદ્ધ ઉપયુક્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. SBI ની ફરિયાદના આધારે આ કંપનીનું ખાતુ 27 જાન્યુઆરી 2016થી જ NPA માં ચાલ્યું ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *