CM રુપાણીએ લોકડાઉનમાં જે કામગીરી કરી એવી કોઈ રાજ્યે નહી કરી હોય- વિશ્વાસ નથી? જોઈ લો હાઇકોર્ટને મળેલો જવાબ

ગુજરાત હાઈકોર્ટમાં આવેલી એક અરજીના સંદર્ભે કોર્ટે રાજ્ય સરકારને લોકડાઉનમાં શું કામગીરી કરી તે બાબતે એક્શન રીપોર્ટ માંગ્યો હતો જેના જવાબમાં ગુજરાત સરકારે શું જવાબ આપ્યો તેની કેટલીક માહિતી અહી રજુ કરેલ છે, જે ગુજરાતીઓને વિચારતા કરી એવી છે.

1) અક્ષયપાત્ર નામના NGO ની મદદ થી તેઓ 58000 લોકોને દિવસ માં 2 વાર જમવાનું પૂરું પાડે છે.

2) સુરત લેબર કમિશનર દ્વારા 16 ઓફિસર ની ટિમ બનાવવામાં આવી છે કે જેઓ પાવર લૂમ, એમ્બ્રોઇડરી અને ફેકટરી માં કામ કરતા વર્કરો ને પગાર મળે છે કે નહીં તે સુરત ના અલગ અલગ એરિયા માં તપાસ કરે છે.

3) ધન્વંતી આરોગ્ય રથ દ્વારા કન્સ્ટ્રક્શન વર્કરો ની સાઈટ પર જઈને એમની હેલ્થ ચેક થાય છે.

4) લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાંથી 19,041 કંપની/સંસ્થાઓ દ્વારા 4,55,824 વર્કરો ને પગાર સ્વરૂપે કુલ રૂપિયા 660 કરોડ અપાવ્યા છે.

5) સુરત જિલ્લા માં લેબર ડિપાર્ટમેન્ટ ની મધ્યસ્થી થી 18,238 કંપની/સંસ્થાઓ દ્વારા 3,57,462 વર્કરો ને કુલ રૂપિયા 493 કરોડ 19 લાખ પગાર સ્વરૂપે અપાવ્યા છે.

6) સુરત જિલ્લા માં ટોટલ આશરે 9 લાખ પચાસ હજાર જેટલા માઈગ્રેન્ટ વર્કરો કામ કરે છે. જેમાંથી ઉત્તરપ્રદેશ ના 3 લાખ, ઓડિસા ના 3 લાખ, બિહાર ના 1,50,000, રાજસ્થાન ના 1 લાખ, ઝારખંડ, છતીશગઢ, મધ્યપ્રદેશ ના 25,000 અને મહારાષ્ટ્ર ના 50,000 વર્કરો છે.

7) સુરત કલેકટર દ્વારા Mr. M N Gameti નામના આસિસ્ટન્ટ લેબર કમિશનર ને નોડલ ઓફિસર તરીકે ચાર્જ આપ્યો છે. સદર લેબર કમિશનર દ્વારા આશરે 50,000 જેટલા વર્કરો દ્વારા કુલ 11,438 જેટલી ફરિયાદો મળી હતી જેમાંથી 11,120 ફરિયાદ નું નિવારણ લાવી દીધેલ છે. સુરતના લેબર કમિશનરને ૧૬૫ ફરિયાદ મળી હતી. જે તમામ ઉકેલવામાં આવી છે. આ ફરિયાદ પગાર, ભોજન વગેરે બાબતે હતી.

8) સુરત જિલ્લા તંત્ર દ્વારા દરોજ 3.50 લાખ જેટલા લોકો જમવાનું મળી રહે એ માટે 152 ફૂડ સેન્ટરો ઉભા કર્યા છે. સુરત મનપા દ્વારા 6 ઝોનમાં 16 રસોડા શરુ કરાયા જ્યાં રસોઈ બ્ન્વીને પીરસવામાં આવતી હતી.

9) 25.04.2020 ના રોજ મધ્ય પ્રદેશ ની સરકાર સાથે વાટાઘાટો કરી, 110 GSRTC બસ માં કુલ 2438 પરપ્રાંતી વર્કરો ને મધ્યપ્રદેશ તેમના વતન રવાના કર્યા છે.

10) 27.04.2020 ના રોજ રાજસ્થાન સરકાર સાથે વાતાઘાટો કરી, 94 GSRTC બસ માં કુલ 2314 પરપ્રાંતી વર્કરો ને રાજસ્થાન તેમના વતન રવાના કર્યા છે.

11) 28.04.2020 ના રોજ 17 GSRTC બસ માં કુલ 423 પરપ્રાંતી વર્કરો ને તેમના વતન રવાના કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *