RCBની ડૂબતી નૈયાને વધુ એક ઝટકો: ગ્લેન મેક્સવેલ IPL 2024માંથી થયો બહાર; જાણો કારણ

Glenn Maxwell break from IPL 2024: IPL 2024માં સતત હારથી પરેશાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું ટેન્શન વધુ વધી ગયું છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે IPL 2024માંથી…

Glenn Maxwell break from IPL 2024: IPL 2024માં સતત હારથી પરેશાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું ટેન્શન વધુ વધી ગયું છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે IPL 2024માંથી બ્રેક લીધો છે. જો કે આ સિઝનમાં અત્યાર સુધી આ ખેલાડીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. હા, અમે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલની.ખરાબ પરફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ગ્લેન મેક્સવેલે IPL 2024 સિઝન-17માંથી બ્રેક(Glenn Maxwell break from IPL 2024) લીધો છે. શનિવાર, 15 માર્ચ, IPL 2024 ની 30મી મેચ RCB અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. મેક્સવેલ આ મેચમાં રમ્યો નહોતો. મેક્સવેલ બહાર બેઠેલા પણ જોવા મળ્યા ન હતા.

IPL 2024 ખૂબ જ ખરાબ હતું
મેક્સવેલ આ સિઝનમાં અત્યાર સુધી ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો. મેક્સવેલ દરેક મેચમાં ટીમને નિરાશ કરી રહ્યો હતો. એક પણ મેચમાં તેના બેટમાંથી એક પણ સારી ઈનિંગ જોવા મળી નથી. જે બાદ મેક્સવેલ પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. આ સિઝનમાં મેક્સવેલે 6 મેચ રમી હતી, જેમાં તેણે 5.33ની એવરેજ અને 94.11ની સ્ટ્રાઈક રેટથી માત્ર 32 રન જ બનાવ્યા હતા. આ દરમિયાન મેક્સવેલ પણ ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો.

મેક્સવેલે IPL છોડવાનું કારણ જણાવ્યું
આઈપીએલ 2024માંથી બ્રેક લેતા પહેલા ગ્લેન મેક્સવેલે કહ્યું હતું કે મારી જગ્યાએ ટીમમાં અન્ય કોઈને તક આપવી તે મારા માટે સરળ નિર્ણય હતો. મારે મારી જાતને થોડો માનસિક અને શારીરિક આરામ આપવાની જરૂર છે. મેં આ અંગે કોચ અને કેપ્ટન સાથે વાત કરી હતી. જો ટીમને મારી વધુ જરૂર પડશે તો હું નિશ્ચિતપણે નક્કર માનસિકતા સાથે વાપસી કરીશ. પાવરપ્લે પછી ટીમને મારી પાસેથી જે પ્રકારની કામગીરીની અપેક્ષા હતી તે હું આપી શક્યો ન હતો. છેલ્લી કેટલીક સીઝનથી આ મારી તાકાત હતી.

હાર વચ્ચે આરસીબીને આંચકો
RCB માટે આ સિઝન અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહી છે, ટીમ અત્યાર સુધી 7માંથી 6 મેચ હારી ચૂકી છે. આરસીબીને અત્યાર સુધી માત્ર એક જ જીત મળી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10મા સ્થાને છે. અહીંથી વધુ એક હાર આરસીબીને પ્લેઓફમાંથી બહાર ફેંકી દેશે.