Husband wife fighting News: અતુલ સુભાષ કેસ હજી લોકોને ભૂલાયો નથી, ત્યાં ફરી કર્ણાટકમાંથી એક એવો જ કેસ સામે આવ્યો છે, જેમાં પારિવારિક સંબંધ અને ઉત્પીડનના ગંભીર પરિણામ પર પાછા સવાલો ઊભા થયા છે. 41 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે પોતાની પત્ની (Husband wife fighting News) પર ઉત્પીડનને કારણે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના રવિવારના રોજ ચામુંડેશ્વરી નગરમાં થઈ. એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરનાર પેટા ગોલાપલ્લીએ પોતાની પત્ની પર ઉત્પીડનનો આરોપ લગાવતા એક સુસાઇડ નોટ લખી હતી
તપાસમાં સામે આવ્યું છે કે બે વર્ષ પહેલા જ લગ્ન કરનાર દંપતિ વચ્ચે લગ્નના ત્રણ મહિના બાદ જ ઝઘડા શરૂ થઈ ગયા હતા. જેને લીધે તેઓ અલગ રહેવા લાગ્યા હતા અને હવે પત્ની છૂટાછેડાની અરજી સાથે 20 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી.
તે મારું મૃત્યુ ઈચ્છે છે
પીડિતના ભાઈ એ કહ્યું કે રવિવાર હોવાને કારણે તમામ લોકો ચર્ચ ગયા હતા અને જ્યારે બપોરે ઘરે પાછા ફર્યા તો તેમણે પોતાના ભાઈને ફાંસી પર લટકતો જોયો હતો. સુસાઇડ નોટમાં પેટાએ પોતાની પત્નીને પોતાના મૃત્યુ પાછળ જવાબદાર ઠરાવી હતી અને લખ્યું કે પિતાજી મને માફ કરી દેજો, મારી પત્ની મને મારી રહી છે. તે મારું મૃત્યુ ઈચ્છે છે.
ભાઈ માટે ન્યાય ઈચ્છે છે
ભાઈ માટે ન્યાયની માંગણી કરતા મૃતકના ભાઈએ કહ્યું કે તેઓ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ ત્રણ મહિના પહેલા તેમની નોકરી ચાલી ગઈ હતી. તેણે કહ્યું કે અમે અમારા ભાઈ માટે ન્યાયની માંગણી કરીએ છીએ. તે મહિલાની ધરપકડ થવી જોઈએ. મારા ભાઈને આ મહિલાએ ખૂબ દુઃખ આપ્યા છે. આવું દુઃખ કોઈને સહન ન કરવું પડે તેવું અમે ઈચ્છીએ છીએ.
તે છોકરીના મોટાભાઈએ પણ ભાઈને માર માર્યો હતો. તેના વિશે પોલીસમાં કેસ પણ નોંધ આવેલો છે. પોલીસે જણાવ્યું હતું કે પીડિતના ભાઈની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની ધારા 306 અંતર્ગત તેની પત્ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે. હજુ ગયા મહિને જ અતુલ સુભાષએ પોતાની પત્ની અને તેના પરિવાર દ્વારા કથિત ઉત્પીડન બાદ બેંગ્લોરમાં આત્મહત્યા કરી લીધી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App