સુરતથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો…

Surat Fake officer Arrested: સરથાણા વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નસાની હાલતમાં ઝડપાયા હતા તેમની ભલામણ કરવા સરથાણા (Surat Fake officer Arrested) પોલીસ સ્ટેશને આવેલ એક ડુપ્લીકેટ વિઝિલ્યન્સનો PSI ઝડપાયો.

સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ ટ્રાફિક ની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નસાની હાલતમાં હતા તેથી બંને ને સરથાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની ભલામણ કરવા એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશનને આવ્યો હતો અને પી.એસ.ઓ ને પોતે વિજિલ્યન્સ ના પી.એસ.આઇ રોનક કોઠારી છે,

તેવી ઓળખ આપી ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી એમ બી ઝાલા સાહેબ આવી જતા તે વિજિલન્સ ના પી.એસ.આઇ ને વધુ પૂછપરછ કરી હતી જે દરમિયાન તે પોતે ગાંધીનગર વિજિલન્સમાં પી.એસ.આઇ તરીકે ફરજ બજાવે છે અને પી.આઇ રાણા સાહેબની સ્કોડમાં હોવાનું તેવું જણાવેલ હતું.

તે દરમિયાન પી.આઈ શ્રી ઝાલા સાહેબે એ તેની ઓળખ કાર્ડ માંગતા તેણે એવો જવાબ આપ્યો કે ઓળખકાર્ડ હું ભૂલી ગયેલ છે અને સાથે નથી અને હાલ હું રજા ઉપર છું…ત્યારબાદ સરથાણાના પી.આઇ અને અન્ય સ્ટાફ ને શંકાસ્પદ લાગતા સઘન પુછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો.

સરથાણા પોલીસ આ દરમિયાન તેના મોબાઈલમાં તપાસ કરતા તેમના મોબાઇલમાંથી પોલીસની વર્ધી પહેરી અને ફોટા પણ મળી આવ્યા હતા.. સરથાણા પોલીસ આગળની તપાસ કરી રહી છે કે આ અગાઉ આ વ્યક્તિ દ્વારા ડુપ્લીકેટ પોલીસ બનીને કોઈ નાગરિકોને હેરાન પરેશાન કરી આર્થિક લાભ મેળવેલ છે કે કેમ અને આ વ્યક્તિનો જો કોઈ ભોગ બનેલ હોય તો સરથાણા પોલીસનો સંપર્ક કરવા સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું છે.