Gujarat wethar update: રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી રહી છે. હવામાન વિભાગે ઠંડીને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ ઠંડીનુ જોર યથાવત ચાલુ રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. વધુમાં જણાવાયું છે કે, હાલ રાજ્યમાં વરસાદની (Gujarat wethar update) કોઈ શકયતા દેખાતી નથી.
ઉત્તરીય પવનોના કારણે ઓછુ તાપમાન નોંધાયું
મળતી માહિતી અનુસાર, પવનની ગતિ 6 કિલોમીટરની ઝડપે રહેશે તેમજ ગાંધીનગરમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું જ્યારે ઉત્તરીય પવન ફૂંકાવવાને લઈને ગાંધીનગર અને ડીસામાં ઓછું તાપમાન રહ્યું છે. ગાંધીનગરમાં 11 અને ડીસામાં 11.10 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે નલિયા 12.10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત
ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ રહી છે. જેમાં અમદાવાદની કેટલીક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. મોટાભાગની ફ્લાઈટ 1 કલાક જેટલો સમય મોડી પડી હતી. ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટતા અનેક ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ત્યારે દિલ્લી, લખનૌ, ચેન્નાઈ સહિતની ફ્લાઈટને અસર થઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube