Gujarati devotee dies in Amarnath Yatra: ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાએ જઈ રહેલા શ્રદ્ધાળુઓની યાત્રા રોકી દેવામાં આવી છે. આ દરમિયાન વધુ એક ગુજરાતીના મોતની માહિતી સામે આવી છે. ભાવનગરના સિદસર ગામની એક મહિલાનું રસ્તામાં લોઅર વેલીમાં મોત (Gujarati devotee dies in Amarnath Yatra)થયું હતું. શિલ્પાબેન નામની મહિલા ખાનગી ટ્રાવેલ્સ દ્વારા અમરનાથ યાત્રાએ ગઈ હતી.
જ્યાં ખરાબ હવામાનના કારણે તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે. તેમના મૃતદેહને પીએમ માટે શ્રીનગર લઈ જવામાં આવ્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અમરનાથમાં અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. અમરનાથ પંચતરણી ખાતે 30 ગુજરાતી યાત્રીઓ ફસાયા હોવાના અહેવાલ છે. તેણે અગાઉ એક વીડિયો દ્વારા ગુજરાત સરકાર પાસે મદદ માંગી હતી.
આ ઉપરાંત વડોદરા શહેરના વેમાલી ગામના પૂર્વ પંચાયત સદસ્ય રાજેન્દ્ર ભાટિયાનું થોડા દિવસો પહેલા અસહ્ય ઠંડીનો સામનો ન કરી શકતા મૃત્યુ થયું હતું. પંચતરણીમાં ભારે વરસાદ અને માઈનસ ડિગ્રી ઠંડીના કારણે અનેક યાત્રાળુઓ બીમાર પડ્યા હોવાના અહેવાલ છે. છેલ્લા સાત દિવસથી ઉત્તર ભારત, દક્ષિણ ભારત તેમજ જમ્મુ-શ્રીનગરમાં ભારે વરસાદે ખુબજ તારાજી સર્જી છે અને તેના કારણે અમરનાથની યાત્રા કરવા માટે ગયેલા અનેક લોકો ત્યાં ફસાઈ જવા પામ્યા છે.
ભાવનગરના સિદસર ગામના અમરનાથ યાત્રી શિલ્પાબેન નરેશભાઈ ડાંખરાનુ રસ્તામાં લોવર વેલી ખાતે મૃત્યુ થયાના દુઃખદ સમાચાર મળેલ છે . મેં શ્રાઇનબોર્ડ ના પદાધિકારીઓ તથા કેમ્પ ડાયરેક્ટર સાથે વાત કરી છે કે મૃતદેહ સત્વરે પરિવારને મળે તેવી વ્યવસ્થા કરે . તેઓએ ખાત્રી આપી છે કે મૃતદેહને એરલિફ્ટ કરી… pic.twitter.com/zhqrN4xb4R
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) July 11, 2023
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભાવનગરના સિદસર ગામના અમરનાથ યાત્રી શિલ્પાબેન ડંખરાનું લોઅર વેલી જતા રસ્તામાં મોત થયું હતું. મેં સાઈનબોર્ડ અધિકારીઓ અને કેમ્પ ડાયરેક્ટર સાથે વાત કરી છે જેથી વહેલી તકે મૃતદેહ પરિવાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે ખાતરી આપી છે કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બેઝ કેમ્પમાં એરલિફ્ટ કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube