ગ્રહો અને નક્ષત્રો જોઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી- બીપોરજોય બાદ ફરી એક વાર તોળાયું ચક્રવાતનું સંકટ

Ambalal Patel’s forecast in Gujarat: ગુજરાતમાં પહોંચતા ચોમાસે ભલે લોકોને રાહ જોવડાવી, પરંતુ હવે મેઘરાજા પોતાના આગમન સાથે જ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે.…

Ambalal Patel’s forecast in Gujarat: ગુજરાતમાં પહોંચતા ચોમાસે ભલે લોકોને રાહ જોવડાવી, પરંતુ હવે મેઘરાજા પોતાના આગમન સાથે જ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે અને આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ બાદ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel’s forecast in Gujarat) વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશેઃ અંબાલાલ
અંબાલાલ પટેલે ખેડૂતોને ખુશ કરી દે તેવી આગાહી કરી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશે. આ વર્ષ ખેડૂતો માટે ખુબ જ સારું રહેશે. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં પણ સારો વરસાદ થશે. સાથે જ આ વર્ષે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 1 જુલાઈ સુધી અમદાવાદ અને વડોદરામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

ઓક્ટોબરમાં ફૂંકાશે દરિયાકિનારે ભારે પવન
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ખેડૂતોએ વરાપ કરીને વાવેતર કરવું હિતાવહક છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 5 ઓક્ટોબરે દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન રહેશે. સાથે જ 18થી 20 નવેમ્બરના વાવાઝોડાની શકયતા છે.

હવામાન વિભાગે શું કહ્યું?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં 8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ વલસાડ, નવસારી, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *