હોળી પર્વ પર વધુ એક અંગદાન: સુરતના 50 વર્ષીય બ્રેઈનડેડના અંગોના દાનથી 7 લોકોને મળશે નવજીવન

Organ Donation in Surat: અંગદાન મામલે સુરતમાં યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. અંગદાન કરવામાં ગુજરાતીઓ વધારે જાગૃત બન્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં 135મુ…

Organ Donation in Surat: અંગદાન મામલે સુરતમાં યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. અંગદાન કરવામાં ગુજરાતીઓ વધારે જાગૃત બન્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં 135મુ અંગદાન થયું છે.હોમિયોપેથી ડોક્ટર દેવાંગ જીતેન્દ્ર ચાહવાલા (ઉં.વ 50)ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી ડૉ. દેવાંગભાઈના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન(Organ Donation in Surat) કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે.

સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર બનાવ્યો
સુરતમાં દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 48 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જામનગરના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની કે. ડી. હોસ્પિટલમાં કરવામાં આવ્યું. તો લિવર અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે. હૃદય અને ફેફસાં સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા સુરતની શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા-જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ 1115 થી વધુ વ્યક્તિને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.

બ્રેઇનડેડ જાહેર કર્યા
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત ખાતે રહેતા અને સિટીલાઇટમાં ભગવતી આશિષ કોમ્પ્લેક્ષમાં હોમિયોપેથી ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા ડૉ. દેવાંગભાઈએ 18મી માર્ચના રોજ ચક્કર આવવાની અને નબળાઈ મગજની એન્જયોગ્રાફી કરાવતા મગજમાં લોહીની નસમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. જેથી વધુ સારવાર માટે તેઓને 20 માર્ચના રોજ શેલ્બી હોસ્પિટલમાં ડૉ. જેની ગાંધીની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. ડૉ. જેની ગાંધીએ મગજની નસમાં સ્ટેન્ટ બેસાડવાની પ્રોસિજર કરી હતી. દેવાંગભાઈના બ્રેન્ડેડ થતા તેના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ
દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 48 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં ડૉ. ચિરાગ દોશી અને તેમની ટીમ દ્વારા, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જામનગરના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની કે. ડી. હોસ્પિટલમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું હતું.

હૃદય, ફેફસા, કિડની અને લિવર સમયસર હવાઈ માર્ગે અને રોડમાર્ગે અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા 2 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 116 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.