ચેરમેન બાદ હવે સુરત ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ પણ બદલાયા, જાણો કોણ બન્યું નવું પ્રમુખ?

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન બદલાયા બાદ હવે પ્રેસિડેન્ટ પણ બદલાયા પ્રેસિડેન્ટ નાગજી સાકરીયા ના રાજીનામાં બાદ ખાલી પડેલા પ્રેસિડેન્ટ પદ પર અરવિંદ શાહ (Arvind Dhanera)…

  • સુરત ડાયમંડ બુર્સના ચેરમેન બદલાયા બાદ હવે પ્રેસિડેન્ટ પણ બદલાયા

  • પ્રેસિડેન્ટ નાગજી સાકરીયા ના રાજીનામાં બાદ ખાલી પડેલા પ્રેસિડેન્ટ પદ પર અરવિંદ શાહ (Arvind Dhanera) ની નિમણુંક

  • થોડા દિવસ અગાઉ જ ચેરમેન પદેથી VS લખાણીએ રાજીનામું આપતા ગોવિંદ ધોળકીયાને બનાવાયા હતા ચેરમેન

  • SDBમાં હીરા વેપારીઓ ઓફીસ શરુ કરતા ડરી રહ્યા છે

ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની સુરત ડાયમંડ બુર્સ (SDB) ના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી તેનું એક અઠવાડિયું નથી થયું ત્યાં હવે, SDB પ્રેસિડેન્ટ પણ બદલવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી મોટા ઓફીસ બિલ્ડીંગ એવા SDB નું ઉદ્ઘાટન ત્રણ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. હવે નવી જાણકારી સામે આવી રહી છે કે, Arvind Dhanera ને ડાયમંડ બુર્સના નવા પ્રેસિડેન્ટ નિમાયા છે.

સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ નાગજી સાકરીયા ની ખાલી પડેલી જગ્યા એ હવે, ધાનેરા ડાયમંડના અરવિંદ શાહની (Arvind Dhanera) નિમણુંક કરાઈ છે. અરવિંદ શાહની વાત કરીએ તો ધાનેરા ડાયમંડ પ્રાઇવેટ લીમીટેડના ડીરેક્ટર છે, તેઓ ધાનેરા ડાયમંડ પોતાના ભાઈઓ અને પુત્રને સાથે રાખીને ચલાવે છે.

ગયા ગુરુવારે, SDB કોર કમિટીના સભ્યો (લાલજી પટેલ, મથુર સવાણી, દિયાળભાઈ વાઘાણી, અરવિંદ ધાનેરા, સેવંતી શાહ, નાગજીભાઈ સાકરિયા, કેશુભાઈ ગોટી) વીએસ લખાણીના રાજીનામા પછી આગળના પગલાં અંગે ચર્ચા કરવા માટે મળ્યા હતા. સભ્યોએ વિવિધ હીરાના વેપારીઓ સાથે ચર્ચા કરી અને અંતે SRK ડાયમંડના માલિક અને તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત થયેલા ધોળકિયા અંગે નિર્ણય લીધો. તેઓ SDB સલાહકાર સમિતિના સભ્ય પણ હતા. જ્યારે આ વિચારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે, ધોળકિયાએ અધ્યક્ષ પદનું સુકાન સંભાળવાની વાત સ્વીકારી લીધી.