MLA Chaitar Vasava: ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણ દિવસમાં બીજી ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા (MLA Chaitar Vasava) કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારનાં મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા, જેમાં તેમણે પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાઈ છે.
ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોકસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતાં. આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માગ કરી હતી.
પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ
આ મામલે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરી હતી.
આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય એમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવ્યું છે. ત્યારે આ મામલે GIDC પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ચૈતર વસાવાએ નિવેદન આપ્યું
આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સ્થાનિક નેતાઓના ઇશારે તેમની સામે પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે. તાજેતરમાં દારૂના હપ્તા લેતા પોલીસ કર્મીઓના 35 વિડીયો વાયરલ કર્યા એ માટે પોલીસે ફરિયાદ નોંધી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસની ખોટી ફરિયાદથી તેઓ ડરી જવાના નથી અને આગામી સમયમાં જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App