સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.
ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. આગામી 1 માર્ચના રોજ સેનેટની ચૂંટણી છે તે પહેલા વિદ્યાર્થી સંગઠનો સક્રિય થઈ ગયા છે અને તેના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદો શરૂ થઈ ગઈ છે. NSUIના કાર્યકર્તા અને કોંગ્રેસના પ્રવક્તા એવા જયરાજસિંહ પરમારના પુત્ર તેમજ અન્ય બે કાર્યકર સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ વધુ એક NSUIના કાર્યકર્તા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક રાજકીય પક્ષના કાર્યકર્તા સામે વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. આ કાર્યકર્તાએ એક પુત્રની માતા એવી 42 વર્ષીય મહિલાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી જાણે કે, કોઇ મોટી ગેંગનો સભ્ય હોય તેમ માત્ર વાડજ પોલીસ જ નહીં પરંતુ અન્ય પોલીસ પણ તેને શોધવામાં લાગી ગઇ છે, હાલ આરોપી ફરાર છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહિલા એક કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે નોકરી
અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલી કોલેજમાં NSUIના કાર્યકર્તા ગોપાલ મહિડાએ કોલેજના જ સ્ટોર રૂમમાં અને બોયઝ હોસ્ટેલમાં કોલેજની મહિલા કર્મચારી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહિલા એક કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે નોકરી કરે છે તેમજ પોતાના પતિ અને બાળક સાથે રહે છે. પરિણીતા એક વખત કોઈ કોલેજની પરીક્ષામાં સુપરવાઇઝર તરીકે ગઇ હતી. જ્યાં તેની ગોપાલ મહિડા સાથે મુલાકાત થઇ હતી. ગોપાલ મહિડાએ પોતે જીએલએસ કોલેજમાં ભણતો હોવાની ઓળખ આપી હતી અને પોતે એનએસયુઆઇનો કાર્યકર્તા હોવાનું જણાવ્યું હતું.
મહિલા અને ગોપાલ વચ્ચે પ્રેમ સંબંધો
આ મુલાકાત બાદ બંને એકબીજાની નજીક આવ્યા હતા. દરમિયાનમાં યુવતીને તેના પતિ સાથે ઝઘડો થતાં તે આ ગોપાલ સાથે તમામ વાતો શેર કરતી હતી. સમય જતાં તેના અને ગોપાલ વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. આ દરમિયાન ગોપાલે તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, મહિલા પોતે પરિણીત હોવાથી અને તેને 17 વર્ષનો દીકરો હોવાથી લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.
ગોપાલ પર એક સંતાનની માતા સાથે દુષ્કર્મનો આરોપ
એક દિવસ મહિલા લાઇબ્રેરીમાં એકલી હતી ત્યારે ગોપાલ મહિડા ત્યાં ધસી ગયો હતો અને મહિલા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આવું એકવાર નહીં પણ અનેકવાર કર્યું હતું. એક દિવસ ગોપાલ જીએલએસ કોલેજથી નીકળી મહિલાના ઘરે પણ પહોંચી ગયો હતો અને તેના પતિને બીભત્સ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આખરે મહિલાએ કંટાળીને પોલીસની મદદ લીધી હતી. જે બાદમાં પોલીસે ગોપાલની શોધખોળ શરૂ કરી હતી.
સ્ટોર રૂમમાં લાફા મારી શારીરિક સંભોગ
42 વર્ષના મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઓક્ટોબર-૨૦૧૯માં પરીક્ષા દરમિયાન સંપર્કમાં આવતા ગોપાલ મહિડાએ નંબર લઈને વાતચિત શરૂ કરી હતી. વાતચિત દરમિયાન મહિલાએ અંગત જીવનની વાત કરતાં ગોપાલ મહિડાએ લગ્નની પ્રપોઝલ કરી ત્યારે મહિલાએ ના પાડી હતી. એક દિવસ મહિલા નોકરી કરે છે તે સ્થળે જઈ સ્ટોર રૂમમાં લાફા મારી શારીરિક સંભોગ કર્યો હતો. આ પછી મહિલાનો મોબાઈલ ફોન લઈ લઈને પતિ સાથેની વાતચિત, ફોન નંબર્સ વગેરે મેળવી લેતો હતો. 11 જાન્યુઆરીએ ગાંધીનગર ફરવા લઈ ગયા પછી ફોટા જાહેર કરવાનું કહી ગુજરાત યુનિવર્સિટી બોય્ઝ હોસ્ટેલમાં ઉપરાંત મહિલાના ઘરમાં ઘુસી જઈ બળાત્કાર ગુજાર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
તારી પત્નીને છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાંખીશ
તા. 23 જાન્યુઆરીએ મહિલાને કોલેજ મુકવા જતા પતિને અંધજન મંડળ પાસે રોકીને ‘તારી પત્નીને છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાંખીશ.’ તેવી ધમકી આપી હતી. જ્યારે, મહિલાને પતિ સાથે રહેશે તો ફોટા વાયરલ કરવા ધમકી આપી હતી. તા. 25ના વિડિયો કોલ કરી મહિલાને પોલીસ સ્ટેશનન બોલાવવા લાલચ આપ્યા પછી શરીરના અંગત અંગ બતાવવા વિડિયો કોલ પર માગણી કર્યા પછી તેના સ્ક્રીન શોટ સંબંધીઓમાં મોકલી આપ્યાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો છે. વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દેશની લોકસભા અને વિધાનસભામાં બેસેલા 30 ટકા નેતાઓ સામે કેસ થયેલા છે. જેમાં 51 પર તો મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયેલા છે. 4 નેતાઓ સામે બળાત્કારના કેસ છે. દેશમાં કયારે દુષ્કર્મની ઘટનાઓ અટકશે. શું મહિલાઓને ઘરની બહાર જ નીકળવાનું નહિ ? કયા સુધી યુવતીઓ અને મહિલાઓ દેશમાં પીંખાતી રહેશે. યુવતીઓ અને મહિલાઓને નરાધમોના ડરથી જ જીદગી જીવી પડશે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.