સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ જેવી ઘટના: માંગરોળમાં યુવતીનું છરીથી ગળું કપાતા મોત, જાણો સમગ્ર ઘટના વિગતે

Grishmakand In Surat: સુરતમાં ફરી એકવાર ગ્રિષ્મા કાંડ જેવી ઘટના બની હતી. અહીં એક યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપી નાખતાં ચકચારી હત્યા કરી હતી. જોકે યુવતીની (Grishmakand In Surat) હત્યા બાદ પોતે પણ આ યુવકે ચપ્પા વડે પોતાનું ગળી કાપી લીધાની જાણકારી મળી રહી છે. આ ઘટના માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર બની હતી.

આરોપીની ઓળખ જાહેર કરાઈ
પ્રાથમિક અહેવાલ અનુસાર હુમલાખોર યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો વતની હતો. હાલ તે પોતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે પીડિતા મૃત્યુ પામી ચૂકી છે. હુમલાખોર યુવકની ઓળખ સુરેશ જોગી તરીકે થયાની જાણકારી મળી રહી છે જેને પોતાના ગળા પર 3 ઈંચ જેટલો ચપ્પુ વાગી ગયો છે.

હાલ તે સારવાર હેઠળ છે. યુવતીનું ઘટનાસ્થળે મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે હુમલાખોર યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હૃદય કંપાવનારો બનાવ માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પણ બન્યો હતો.

યુવક યુવતીએ એકબીજાના ગળા કાપ્યાની ચર્ચા છે. જોકે, આ આપઘાતનો પ્રયાસ કે પછી હીંચકારો હુમલો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.