સુરતમાં ડેન્ગ્યુંને લીધે વધુ એક કિશોરીનું મોત :આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ

સુરતમાં દિન-પ્રતિદિન ડેન્ગ્યુના કેસોમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે .છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં પલટો તથા કમોસમી વરસાદના કારણે ડેન્ગ્યુના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ડેન્ગ્યુના કારણે વધુ એક મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે .સુરતના પુણા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરીને ડેન્ગ્યુ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી .જયા ગત મોડી સાંજે સારવાર દરમિયાન આ કિશોરીનું મોત નીપજ્યું હતું .કિશોરીના મોત થતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કિશોરીના પરિવારજન તેમજ આસપાસની સોસાયટીના તમામ લોકોનું મેડિકલ તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત દરેક જગ્યાઓ પર દવાનો છંટકાવ પણ કરવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસની જો વાત કરીએ તો ડેન્ગ્યુના ૧૧૭ જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે પાછલા વર્ષે ડેન્ગ્યુના બસો ને સત્તાવન જેટલા કેસો નોંધાયા હતા જ્યારે ચાલુ વર્ષે ડેન્ગ્યુ ના 290 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે હાલ આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરની 1900 જેટલી હોસ્પિટલોને એક એપ્લિકેશન આપવામાં આવી છે જે એપ્લિકેશન દ્વારા દરેક હોસ્પિટલએ રોજે રોજ આવતા ડેન્ગ્યુના કેસો નું અપડેટ આપવાનું હોય છે .

હાલ જે પણ હોસ્પિટલ દ્વારા ડેન્ગ્યુના કેસો અપડેટ કરવામાં નથી આવ્યા તે તમામ હોસ્પિટલોને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થાય તે માટે dry day ની શરૂઆત કરવામાં આવી છે જેમાં મ્યુનિસિપલ કમિશનર ,આરોગ્ય કમિશનર તથા પદાધિકારીઓ વિવિધ વિસ્તારોમાં ફરી ડેન્ગ્યુના કઈ રીતે રોકી શકાય ,ડેન્ગ્યુ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તથા ડેન્ગ્યુ કઈ રીતે ફેલાઈ તે અંગે ની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *