સુરત(Surat): શહેરમાં ભારતીય જનતા પાર્ટી(BJP)નો ગઢ ગણાતો એવો વિસ્તાર એટલે કોટ. શહેરના કોટ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનરો લગાવવામાં આવ્યા છે. નાનપુરા(Nanpura) વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લગાવતા હવે રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ ગોપીપુરા(Gopipura) વિસ્તારમાં આ પ્રકારના બેનરો લાગ્યા હતા અને આ બેનરોથી વિવાદ સર્જાયો હતો.
શહેરનો કોટ વિસ્તાર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો ગઢ સાબિત થયો છે. કોટ વિસ્તારમાં રહેતા સુરતીઓ હંમેશા દરેક ચૂંટણીમાં ભાજપની સાથે ઉભા રહ્યા છે. કોટ વિસ્તારમાં ભાજપ સિવાય અન્ય કોઈ ઉમેદવાર જીત્યા નથી. અગાઉ નાણાવત શાહપુરમાં કોંગ્રેસનો વિજય થયો હતો, પરંતુ નવા વોર્ડના સીમાંકન બાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને એક બેઠક ગુમાવવી પડી હતી. આમ આદમી પાર્ટીના કેટલાક લોકો છેલ્લા કેટલાક સમયથી કોટ વિસ્તારમાં ઉભા છે. આ સમર્થકો બીજુ કોઈ નહીં પણ ભાજપથી નારાજ કાર્યકરો અને સમર્થકો છે. થોડા સમય પહેલા ગોપીપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનરને લઈને વિવાદ વકર્યો હતો.
હાલ તો શહેરના નાનપુરા માછીવાડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી વિરોધી બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં વોર્ડના કાઉન્સિલરો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. આ બેનરમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે વોર્ડ નંબર 21ના કોર્પોરેટરોને જ નવા બાંધકામની રાખે છે અને તેમના લોકો તોડબાજી કરી રહ્યા છે. આ બેનરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે નાનપુરા માછીમારી વિસ્તારમાં વોટ માંગવા આવવું નહિ, આ વિસ્તારમાં વિકાસ શૂન્ય છે અને ગાંડો થયો છે. કોટ વિસ્તારમાં વિકાસના નામે ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોવાનું પણ લખવામાં આવ્યું છે. ભાજપના ગઢમાં આવા બેનરો લાગવાથી રાજકીય વાતાવરણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.