સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ની ગર્લ્સ હોસ્ટેલ(Girls Hostel)માં રહેતી વિદ્યાર્થિનીઓએ ઉમરા પોલીસ સ્ટેશન(Umra Police Station)માં રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી કે, હોસ્ટેલની આસપાસ લુખ્ખા તત્વો હંમેશા વિદ્યાર્થિનીઓની છેડતી કરે છે, વિદ્યાર્થિનીઓનો પીછો કરે છે અને ગંદા ઇશારા કરે છે.
તાજેતરમાં જ એક વિદ્યાર્થિનીના ગળા ઉપર ચપ્પુ રાખીને એને ધમકાવી હોવાની પણ ચોંકાવનારી વાત સામે આવી છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત છતાં પણ ઉમરા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષા આપી શકી નથી. રજૂઆત કરવા આવેલી વિદ્યાર્થિનીઓ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ પણ સમર્થનમાં આવ્યા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ વિવાદ હજુ થમ્યો નથી ત્યાં નવો વિવાદ આવીને ઊભો થયો છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલની આસપાસ થતી વિદ્યાર્થીઓ સાથે જ હેરાનગતીને લઈને મુદ્દો સામે આવ્યો છે. યુનિવર્સિટી રોડ ઉપર કેટલાક અસામાજિક તત્વો કહી શકાય એવા યુવાનો દ્વારા સતત વિદ્યાર્થિનીઓ સાથે અશોભનીય વર્તન કરવામાં આવી રહ્યું છે.
સુરત શહેરમાં આ પ્રકારની રજૂઆત થતાની સાથે જ શિક્ષણ જગતમાં ખળભળાટ ફેલાયો છે. ઉમરા પોલીસને વિદ્યાર્થિનીઓ દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પણ કેમ વિદ્યાર્થીઓને આવા લુખ્ખા તત્વોથી સુરક્ષા આપવામાં આવી નથી. આજે અમે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આવીને પોલીસ અધિકારીઓને આ બાબતે ફરી એકવાર સૂચિત કરવા આવ્યા છે અને અમને યોગ્ય સુરક્ષા આપવામાં આવે તે પ્રકારની માગણી કરી છે.
જો આવી જ રીતે વિધાર્થીઓની છેડતી કરવામાં આવશે તો દીકરીઓ અસુરક્ષિત મહેસુસ કરશે અને લુખ્ખા તત્વો પોતાની મજામાં જ વ્યસ્ત રહેશે. ત્યારે જલ્દીમાં જલ્દી પોલીસ દ્વારા આવા લુખ્ખા તત્વો અને બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિધાર્થીનીઓની માંગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.