દીકરી વામિકા સાથે વૃંદાવન દર્શનાર્થે પહોચ્યા વિરુષ્કા; મમ્મીના ખોળામાં રમતી દેખાઈ ઢીંગલી- જુઓ વિડીયો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર સામે આવ્યો છે. વીડિયોમાં તેની સાથે પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) અને દીકરી વામિકા પણ જોવા મળી રહી છે. આ વીડિયો વૃંદાવન (Vrindavan) નો છે, જ્યાં કોહલી પોતાના પરિવાર સાથે સ્વામી પ્રેમાનંદજી મહારાજ આશ્રમમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ટીમ ઈન્ડિયાની બહાર છે. કોહલી પણ આ સમયનો ઘણો ફાયદો ઉઠાવી રહ્યો છે. નવા વર્ષના આગમન પર તેઓ પરિવાર સાથે દુબઈમાં હતા. હવે તે મથુરા-વૃંદાવન પહોંચ્યા, જેને ભગવાન કૃષ્ણની નગરી કહેવાય છે. તેમણે માત્ર આશ્રમની મુલાકાત જ નહિ, પરંતુ સ્વામીજીને પણ મળ્યા.

આ મુલાકાતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા-વિરાટ દીકરી વામિકા સાથે બાબાના દર્શન કરે છે અને હાથ જોડીને બાબાના આશીર્વાદ લે છે. અનુષ્કા વ્હાઇટ ડ્રેસ, બ્લેક જેકેટ, વ્હાઇટ કેપ તથા ફ્લોરલ સ્કાર્ફમાં હતી તો વિરાટ ઓલિવ ગ્રીન જેકેટ, બ્લેક કેપ તથા ટ્રાઉઝર પહેર્યું હતું. વામિકા મમ્મી અનુષ્કાના ખોળામાં બેઠી હતી અને આશ્રમના લોકો અનુષ્કાને ચુંદડી ઓઢાડે છે અને વામિકા તેમજ કોહલીને માળા પહેરાવે છે.

વામિકાની ક્યૂટ હરકત કેમેરામાં કેદ થઈ:
આ વિડીયોમાં તો વામીકાનો ચેહરો પણ જોવા મળી રહ્યો છે. વ્હાઇટ ડ્રેસમાં વામિકા ઘણી જ સુંદર લાગતી હતી. વામિકાનો આ વીડિયો જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. અનુષ્કાના ખોળામાં બેઠેલી વામિકા આમતેમ જોતી હોય છે અને જ્યારે તેની મમ્મીને ચુંદડી ઓઢાડવામાં આવે ત્યારે તે તરત જ તેની મમ્મી સામે જોતી હોય છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે વિરાટ તથા અનુષ્કા કેલી કુંજમાં આવ્યા હતા અને સત્સંગમાં ભાગ લીધો.

અનુષ્કા-વિરાટે ધાબળા વહેંચ્યા:
પ્રાપ્ત વિગતો મુજબ, વૃંદાવનમાં અનુષ્કા-વિરાટ દ્વારા ધાબળા પણ વહેચવામાં આવ્યા હતા. બંનેએ આશ્રમમાં અંદાજે એક કલાક સુધી ધ્યાન ધર્યું હતું. બંને બાબા નીમ કરોલીમાં ઘણી જ આસ્થા ધરાવે છે. નોંધનીય છે કે અનુષ્કા-વિરાટ દીકરી સાથે બે દિવસ માટે વૃંદાવન આવ્યા હતા. 5 જાન્યુઆરીની સાંજે ચાર વાગે વૃંદાવનના પવન હંસ હેલિપેડથી પ્રાઇવેટ હેલિકોપ્ટરથી દિલ્હી રવાના થયા હતા.

વિરાટ-અનુષ્કા આશ્રમમાં હતા ત્યાં સુધી મીડિયાને એન્ટ્રી નહોતી:
આ સાથે જ વિરાટ-અનુષ્કા જ્યાં સુધી આશ્રમમાં હતાં ત્યાં સુધી મીડિયાને આશ્રમની અંદર જવા દેવામાં આવ્યું નહોતું. વિરાટ-અનુષ્કા અહીંયા આવ્યા તે પહેલાં ફાઇવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *