દિલ્હીમાં AAP અને BJPના કાર્યકરો વચ્ચે ભયંકર અથડામણ, ધક્કા-મુક્કી કરી ઊલાળી ખુરસીઓ… જુઓ વિડીયો

દિલ્હીમાં AAP અને BJPના કાર્યકરો વચ્ચેના અથડામણ થઇ છે. દિલ્હીમાં ડેપ્યુટી મેયર, MCDના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હંગામાને કારણે ત્રણ કલાક પછી…

દિલ્હીમાં AAP અને BJPના કાર્યકરો વચ્ચેના અથડામણ થઇ છે. દિલ્હીમાં ડેપ્યુટી મેયર, MCDના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હંગામાને કારણે ત્રણ કલાક પછી પણ શરૂ થઈ નથી. આજે સવરે 11 વાગ્યે કાઉન્સિલરોની શપથવિધિ શરૂ થવાની હતી. મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. ત્યાર બાદ AAPના વિરોધનો ભાજપના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

AAP અને BJP વચ્ચે મારામારી અને બોલાચાલી થઈ હતી. પ્રિસાઇડિંગ ઓફિસરની સીટ પર AAPના કોર્પોરેટરો ચઢી ગયા હતા. તે સમયે કેટલાક કાઉન્સિલરો ખુરશી ઉપાડી અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઘટનામાં કેટલાક કાઉન્સિલરો નીચે પડી હતા ને ઈજા થઈ હતી. ભાજપના કોર્પોરેટર સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે LGએ પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા.

મુકેશ ગોયલનો પ્રસ્તાવ સ્પીકર પ્રોટેમ તરીકે AAPએ મૂક્યો હતો. આ વાતનો પણ વિરોધ AAPએ કર્યો હતો. પ્રોટેમ સ્પીકરે એલજીના નામાંકિત સભ્યોને શપથ લેવડાવવાની શરૂઆત કરતા જ, AAPએ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

AAPનું કહેવું છે કે, નામાંકિત સભ્યોને પહેલા શપથ લેવાતા નથી, પણ BJP પરંપરા બદલી રહી છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે AAP નેતાઓ નિયમોથી વાકેફ નથી. તેથી હંગામો મચાવી રહ્યા હતા. જો તેઓ બહુમતીમાં છે તો શા માટે ડરે છે?

ત્યારે કોંગ્રેસે નક્કી કર્યું કે, તે મેયરની ચૂંટણીમાં ભાગ નહીં લે. AAP ધારાસભ્ય આતિશીએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યા પછી કોંગ્રેસ પર ભાજપની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. 273 સભ્યો મેયરની ચૂંટણીમાં મતદાન કરશે. જીતવા માત્ર 133નો આંકડો જરૂરી છે. AAPને 150 વોટ છે જ્યારે બીજેપીને 113 વોટ છે.

ચૂંટણી માટે સફેદ, ગ્રીન અને ગુલાબી કલર કોડ નક્કી કરવામાં આવ્યો છે. સફેદ, ગ્રીન અને ગુલાબી રંગના બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. દિલ્હી કોંગ્રેસ-અધ્યક્ષ અનિલ ચૌધરીએ જણાવ્યું કે, દિલ્હીના લોકોએ આપને સમર્થન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *