આજે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સહીત ગોવા, ઉત્તરાખંડ, મણીપુર અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામના પ્રારંભિક વલણ સામે આવી ગયા છે. પાંચ રાજ્યમાંથી 4 રાજ્યમાં ભાજપ આગળ છે. તો, પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.અને ઉત્તરપ્રદેશ સહીત ચાર રાજ્યોમાં ભાજપ આગળ છે. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસ પાછળ છે, કોંગ્રેસની કારમી હાર થઇ છે.
પંજાબમાં આપનો જાદુ ચાલી જતા ગુજરાતના આપના નેતાઓ ગેલમાં આવી ગયા, રેલી યોજીને વિજયોત્સવ મનાવશે. તો ભાજપના દરેક કાર્યાલય પર ઉજવણી થશે.પાંચેય રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. એક બાજુ ભાજપ અને AAP કાર્યાલય પણ કાર્યકરો ઉજવણી કરી રહ્યાં છે, તો બીજી બાજુ કોંગ્રેસ કાર્યાલએ એક પણ નેતા કે કાર્યકર્તા જોવા નથી મળી રહ્યાં.
ત્યારબાદ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ સહીત ભાજપના ઘણા બધા પદાધિકારીઓ ત્યાં પોહચી ગ્યા હતા. તેમજ પ્રસંગ અનુરૂપ નિવેદન પણ આપ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, પાંચ રાજ્યોના પરિણામોમાં ભાજપ આગળ છે. મોદી સાહેબ અને અમિત શાહના અથાગ પ્રયત્નોથી પરિણામો પ્રાપ્ત થયા છે. ચાર રાજ્યોમાં બહુમતીથી ભાજપ સરકાર બનાવશે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, દેશભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે.
તો બીજી તરફ પંજાબમાં આપની સરકાર બનતાં ગુજરાતના કાર્યકરોમાં ઉત્સાહમાં આવી ગયા છે. અમદાવાદના કાર્યાલયની બહાર મંડપ લગાવી વિશાળ સ્ક્રીન પર પરિણામો દર્શાવાઇ રહ્યાં છે. સાથે ઢોલ નગાડા વગાડી કાર્યકરોએ ઉજવણી કરી. પંજાબની જીતને વધાવવા બપોરે બે કલાકે આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં આપ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી રોડ શો નીકળશે.
આ પ્રસંગે આપના નેતાઓ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યા હતા જેમાં આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે,પંજાબની જનતાએ વોટ નથી આપ્યો, પણ અરવિંદ કેજરીવાલની ઈમાનદારી પર વોટ આપ્યો છે. આ જીતનો અર્થ એ છે કે તેની અસર ગુજરાત પર થશે. ગુજરાતની જનતા ભાજપ સરકાર અને કોંગ્રેસથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ભાજપ અહી લોકપ્રિય નથી, પણ લોકો પાસે વિકલ્પ ન હતો. હવે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની ગઈ છે.
બીજી બાજુ પાંચેય રાજ્યમાં કારમી હાર બાદ કોંગ્રેસના કાર્યાલયે કાર્યકર કે નેતા દેખાતા નથી. આ સાથે જ કોંગ્રેસે હમેશની માફક EVMના રોદણાં રોવાનું શરૂ કરી દીધું છે.હાર બાદ કોંગ્રેસના કાર્યાલયે કાર્યકર કે નેતા દેખાતા નથી.પંજાબમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયુ છે.જણાવી દઈએ કે આ ચુંટણી ની સીધી અસર ગુજરાત સહિત અનેક રાજ્યો પર પડશે,