કોંગ્રેસ કોર્પોરેટર દેવરાજ ગોપાણીએ વિદ્યાર્થીઓની ફી, વીજબીલ માફ કરવા માટે આપ્યું આવેદન પત્ર

સુરતના ઉતરાણ, મોટા વરાછા અને અમરોલીમાં રહેતા મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારોને લાઈટ બિલ, પાણી બિલ, વેરા બિલ અને એક સત્રની સ્કૂલ ફી માં માફી આપવા માટે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર દેવરાજભાઈ ગોપાણી સહિત આગેવાનોએ શુક્રવારે કલેકટરને રજૂઆત કરી હતી.

આ પત્રમાં કોરોનાની મહામારી માં વોર્ડ નંબર 2 માં રહેતી આમ જનતાના હિતમાં છેલ્લા ત્રણ માસના લાઈટ બિલ, પાણી બિલ, વેરા બિલ અને સ્કૂલ ફી માફ કરવા બાબતે દેવરાજભાઈ ખોડાભાઈ ગોપાણીએ સુરત કલેકટરને પત્ર લખ્યો હતો

દેવરાજભાઈ એ પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્ય કોરોનાવાયરસ થી સમગ્ર રીત પ્રભાવિત છે અને કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગુજરાત રાજ્ય અને સુરત શહેરમાં પણ કોરોનાવાયરસ ના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. લોકડાઉન ના કારણે છેલ્લા ત્રણ મહિનાથી આમ જનતા અને ગરીબ લોકો ની અલગ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે.

કોરોના મહામારી નો સમય દરમ્યાન સમગ્ર દેશમાં ઉદ્યોગ ધંધા અને રોજગાર બંધ હોવાના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં કોડ નંબર 2 માં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલમાં વેરા બિલ ભરવા માટે તેમને યોગ્ય પરિસ્થિતિ ન હોય તેમજ હાલમાં ઉનાળાનીરતો માં ગરમી ના કારણે વીજળી અને પાણીનો વપરાશ કરવો અનિવાર્ય હોય અને લોકોને ઘરમાં જ રહેવું પડતું હોય ત્યારે કલેકટરશ્રી માનવીય અભિગમ દાખવે વોર્ડ નંબર 2ની સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ મહિનાના લાઈટ બિલ, પાણી બિલ અને વેરાબિલ માફ કરવા આ ઉપરાંત છ માસની શૈક્ષણિક ફી માફ કરવા માટે આપની સમક્ષ રજૂઆત કરવામાં આવે છે.તો આપશ્રી દ્વારા લોકોને જળવાઈ રહે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરશો તેવી આશા સાથે આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *