Gujarat Traffic Police: ગુજરાતમાં વધતા ડ્રીક એન્ડ ડ્રાઈવના કેસનો લઈ સુરત જિલ્લા પાલિક હવે એક્શન મોડમાં જોવા મળી છે. શહેરમાં નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ સાથે દારૂનો નશો કરી વાહન હંકારતા ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 400 જેટલા વાહન ચાલકોના લાયસન્સ (Gujarat Traffic Police) સસ્પેન્ડ કરવા માટેનો રિપોર્ટ સુરત આરટીઓ વિભાગને કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં RTO કચેરીમાં આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોલીસથી ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા.
RTO કચેરીની બહાર લાંબી લાઈનમાં લોકો દંડ ભરવા આવ્યા
પોલીસે જે લોકોને RTOનો મેમો આપીને વાહન જપ્ત કર્યા હતા તે તમામ લોકો પોતાના વાહન છોડાવવા RTOમાં મેમો ભરવા આવ્યા હતા. RTOમાં નોટબંધી જેવી લાંબી લાઈન લાગી હતી. નીચે પાર્કિંગથી લઈને પહેલા માળની સીડી ત્યાંથી બીજા માળની સીડી અને RTO કચેરીની બહાર લાંબી લાઈનમાં લોકો દંડ ભરવા આવ્યા હતા.
આ લાઈનમાં ઉભેલા લોકોએ કહ્યું હતું કે, અમારા પાસે તમામ ડોક્યુમેન્ટ હતા માત્ર એક ડોક્યુમેન્ટ ખૂટતું હતું તો પણ પોલીસે RTOનો મેમો આપ્યો હતો. RTOનો મેમો હોવાથી હજારો રૂપિયા દંડ ભરવો પડશે, જ્યારે કાર ચાલકોને કોઈ દંડ કરવામાં આવતો નથી.
સુરતમાં 700 જેટલા વાહન ચાલકો સામે કરવામાં આવી કાર્યવાહી
બીજી તરફ સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસમાં 11 જેટલા ભારે વાહન ચાલકો સામે દારૂ પી ડ્રાઇવિંગ કરવા બદલ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક અઠવાડિયા દરમિયાન 700 જેટલા વાહન ચાલકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 400 જેટલા નાના-મોટા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ સુરત આરટીઓ વિભાગને કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ તેજ કરવામાં આવશે
વધતા જતા અકસ્માતોના બનાવને લઈને પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે તેવું કહી શકાય. શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટેનો પ્રયાસ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહની સૂચના અન્વયે નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. દરમિયાન દારૂનો નશો કરી વાહન હંકારતા નાના-મોટા વાહન ચાલકો સામે પ્રોહિબિશન હેઠળ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ તેજ કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App