શું તમે પણ ઘરમાં ઉંદરના ત્રાસ થી છો પરેશાન? આ સરળ ઉપાયથી ઉંદર ઘરમાંથી થઈ જશે ગાયબ

ઉંદરની સમસ્યા દરેક લોકોના ઘરમાં હોય છે. ઘણા લોકોના ઘરમાં ઉંદર ખાવાનું બગાડે છે, કપડાં ફાડી નાખે છે અને ઇલેક્ટ્રોનિક વસ્તુ ના વાયર કાપી નાખે…

ઉંદરની સમસ્યા દરેક લોકોના ઘરમાં હોય છે. ઘણા લોકોના ઘરમાં ઉંદર ખાવાનું બગાડે છે, કપડાં ફાડી નાખે છે અને ઇલેક્ટ્રોનિક વસ્તુ ના વાયર કાપી નાખે છે. ઘણીવાર ગાડીમાં પણ વાયરીંગ અને સીટ ને મોટું નુકશાન પહોંચાડતા હોય છે.ઘણા લોકો ઉંદર મારવા માટે દવા મૂકતા હોય છે અથવા તો પાંજરાનો ઉપયોગ કરતા હોય છે.આજે અમે તમને ઉંદર ને પીંજરા કે દવા ની મદદથી માર્યા વગર ઘરમાં ભગવવાના સરળ ઉપાયો જણાવીશું.

લાલ મરચું
લાલ મરચું એ ભારતીય મસાલાઓનું ગૌરવ છે.આ ખોરાક ને સ્વાદિષ્ટ બનાવે છે પરંતુ ઉંદરને લાલ મરચું જરા પણ પસંદ નથી. આવી સ્થિતિમાં લાલ મરચું ના પાવડર ઘરના ના ખૂણા માં નાખો જ્યાં ઉંદર વધુ દેખાય છે.આ પાવડર ને જોઈને ઉંદર ત્યાંથી ચાલ્યા જશે.

ડુંગળી
તમને ખબર છે કે ઉંદરોને ડુંગળીની ગંધ જરા પણ પસંદ નથી. તમે પણ અંદર થી છુટકારો મેળવવા માટે ઘરના ખૂણામાં ડુંગળી રાખી મૂકો, ડુંગળી ની તીખી ગંધ થી જ ઉંદર ઘર છોડીને ભાગી જશે.

માણસના વાળ
ઉંદર ને ઘરમાંથી ભગાડવા માટે આ સૌથી સરળ રીત છે. તમને જાણીને ભલે નવાઈ લાગે પણ ઉંદર ને ભગાડવાનો આ સૌથી સારો ઉપાય છે. કારણ કે માણસના વાળથી ઉંદર ભાગે છે. કેમકે તે ગળવાથી તેનું મૃત્યુ થઈ જાય છે તેથી નજીક આવવાથી તે ઘણા ડરે છે.

ફૂદીનાના પાંદડા
ભારતમાં ફુદીનાની સારી માંગ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફુદીના થી ઉંદર ને સખત નફરત છે.ફુદીનો તેમના ઘરમાં ફેલાયેલા આંતક સમાન છે તેથી ઉંદરોને ઘરથી દૂર રાખવા માટે,ખૂણા અને રસોડામાં ફુદીનાના પાંદડાઓ અથવા ફૂલો લગાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *