જાણો વાવાઝોડાં દરમ્યાન શું કરવું અને શું ન કરવું? આ લેખ વાંચી લો વાવાઝોડું કાઈ બગાડી નહી શકે

Published on: 6:54 pm, Sun, 16 May 21

હાલમાં ગુજરાત સહીત ભારતના પશ્ચિમ કિનારાઓને તૌક્તે વાવાઝોડું ડરાવી રહ્યું છે. આ દરમિયાન સરકાર દ્વારા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે તેમજ જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાય તેની જાણકારી આપવામાં આવી રહી છે. ત્યારે દોસ્તો આજે અમે તમને જણાવીશું કે, વાવાઝોડાની સ્થિતિમાં સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.

વાવાઝોડા વખતે સરકાર તરફથી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવે છે, જેને ફોલો કરવાની જરૂર હોય છે. અમે તમને વાવાઝોડની સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગે જણાવી રહ્યા છીએ. નેશનલ સાઈક્લોન રિસ્ટ મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP) દ્વારા આ માટે વિસ્તૃત ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે.

વાવાઝોડા આવ્યા પહેલાની તૈયારી:
1- રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
2- આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.
3- સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.

૪- સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
૫- અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
૬- માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.

૭- ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.
૮- અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.
૯- સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
૧૦- આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.

વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા:
1- જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
2- વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
3- વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.

4- રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
5- વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
6- દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
7- વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.

8- ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.
9- અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
10-  માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.

વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી:
1-  જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
2- અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

3- બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
4- ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.
5- અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.

તૌકતે વાવાઝોડું (સાઈક્લોન): શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો?
ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દેવામાં આવી છે. આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ. તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ આફતથી થનારી અસરોને ખાળી શકાય.

વાવાઝોડા પહેલા આટલું અવશ્ય કરશો:
1-  વાવાઝોડા અંગેની હવામાન ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે સતત રેડિયો સાંભળતા રહો, ટીવી અને અખબારો દ્વારા અપડેટ મેળવતા રહો.
2- તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસ(SMS)થી સંદેશ પાઠવશો.

3- અફવાઓ ધ્યાન ઉપર લેશો નહિ, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહિ કે ડર ફેલાવશો નહિ.
4- તમારું ઘર મજબૂત અને સલામત હોય તે જરૂરી છે. જો સમારકામની આવશ્યકતા હોય તો તે તત્કાલ કરાવી લો. વળી, કોઈ ધારદાર ચીજવસ્તુઓ છૂટી રાખશો નહિ.
5- ઢોરઢાંખરની સલામતી માટે તેમને બાંધલા ન રાખશો, ખીલેથી છુટ્ટા મુકો.

6- તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો.
7- જીવનોપયોગી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે.

વાવાઝોડા વખતે અને વાવાઝોડા બાદ આ બાબતો ધ્યાને લેશો
ઘરની અંદર:
1- વાવાઝોડાની અંતિમ માહિતી માટે સતત રેડીયો કે અન્ય વિશ્વસનીય માહિતી સ્ત્રોતથી માહિતી મેળવતા રહો.
2- ગરમ-ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત પાણી જ પીવાનો આગ્રહ રાખો.
3- જો તમારું ઘર/મકાન સલામત ન હોય તો વાવાઝોડું આવે તે પહેલા જ અન્ય સલામત સ્થળે ચાલ્યા જાઓ.

4- વીજળી અને વીજાણુ ઉપકરણો તથા ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ રાખો.
5- બારી-બારણાઓ બંધ રાખો.
6- વાવાઝોડા અંગેની માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો.

ઘરની બહાર:
1- સલામત આશ્રયસ્થાન શોધીને ત્યાં શરણ લેશો.
2- તૂટેલા વીજતાર કે વીજથાંભલાઓથી સલામત અંતર રાખશો. કોઈ ધારદાર ચીજવસ્તુઓથી પણ દૂર રહેશો.
3- તૂટેલા અથવા જર્જરિત મકાનોની આસપાસમાં પ્રવેશશો નહિ કે તેની નજીકમાં ઉભા રહેશો નહિ.

માછીમાર/સાગરખેડુઓ માટે:
1- રેડીયો સેટ વધારાની ચાર્જ કરેલી બેટરી સાથે તૈયાર અને હાથવગી રાખે
2- તમારી બોટ/વહાણ અને તરાપા કોઈ સલામત સ્થળે યોગ્ય રીતે મજબૂતાઈથી બાંધીને રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.