કાશ્મીરના બર્ફીલા વિસ્તારમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ, પાકિસ્તાનના ફાયટર પ્લેને મિસાઈલ છોડ્યાનો દાવો

સંરક્ષણ અધિકારીઓએ ANIને જણાવ્યું કે, શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પ્રારંભિક અહેવાલો માં માહિતી સામે આવી છે…

સંરક્ષણ અધિકારીઓએ ANIને જણાવ્યું કે, શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પ્રારંભિક અહેવાલો માં માહિતી સામે આવી છે કે દુર્ઘટના ગુરેઝમાં તુલૈલના ગુજરાન નાલામાં થઈ હતી.

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં આજે એક અકસ્માત થયો છે. જ્યાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે સેનાનું હેલિકોપ્ટર ગુરેઝ ઘાટીના ગુજરન નાલા વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતું. અચાનક ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

હેલિકોપ્ટર પાઇલોટ્સનું ની શું હાલત છે તે હજી જાહેર કરાયું નથી. અનઓફીશીયલ અહેવાલો અનુસાર, ચિત્તા હેલિકોપ્ટર બીમાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અધિકારીને બચાવવા માટે જઈ રહ્યું હતું. હેલિકોપ્ટરના પાઇલટ અને કો-પાઇલટની હાલત હાલમાં ખાનગી રાખવામાં આવી છે, સૂત્રોએ જણાવ્યું હતું, જો કે, તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હોવાનું માનવામાં આવે છે. ગુરેઝ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ)એ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

એક પાકિસ્તાની ટ્વીટર યુઝરે લખ્યું છે કે આ હેલીકોપ્ટરને પાકિસ્તાનના J10C ફાયટર પ્લેને તોડી પાડ્યું છે. જોકે આ વાત ને ભારતીય સેનાએ હજુ સુધી સમર્થન આપ્યું નથી. અને આ ફાયટર પ્લેન હજુ થોડા કલાક પહેલા જ પાકિસ્તાન પાસે આવ્યું છે જે આ ઓપરેશન ભારતમાં સ્વપ્નમાં પણ કરી શકવાની હિંમત કરે નહી. સાથે સાથે પાકિસ્તાની મીડિયામાં પણ કોઈએ આ વાતને સમર્થન આપ્યું નથી.

 

ચિત્તા એ સિંગલ-એન્જિન હેલિકોપ્ટર છે જેમાં મૂવિંગ મેપ ડિસ્પ્લે, ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમ અને વેધર રડાર જેવી મુખ્ય વિશેષતાઓ નથી. તેમાં ઓટોપાયલોટ સિસ્ટમનો પણ અભાવ છે, જે ખરાબ હવામાનમાં પાઈલટ ભ્રમિત થવાના કિસ્સામાં વિનાશક બની શકે છે.

આર્મી પાસે 200 ચિતા હેલિકોપ્ટરનો કાફલો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, 30 થી વધુ ક્રેશ થયા છે, જેમાં 40 થી વધુ અધિકારીઓ શહીદ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *