હવે ભાજપના નેતાઓ પણ આમ આદમી પાર્ટીના નેતાઓની જેમ પહેરશે ટોપી- આ ટોપીની ખાસીયત આવી સામે

ગુજરાત(gujarat): 4 રાજ્યોમાં જંગી જીત બાદ હવે તમામની નજર ગુજરાત પર છે. વર્ષના અંતમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) યોજાવાની છે. આથી કાર્યકરોને પ્રોત્સાહિત કરવા…

ગુજરાત(gujarat): 4 રાજ્યોમાં જંગી જીત બાદ હવે તમામની નજર ગુજરાત પર છે. વર્ષના અંતમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) યોજાવાની છે. આથી કાર્યકરોને પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન(PM) નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી ગયા છે. PM મોદીએ આજે અમદાવાદ(Ahmedabad)માં ભવ્ય રોડ શો કર્યો છે. આ સાથે રાજ સંસ્થાઓના એક લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની રેલીને પણ સંબોધિત કરી છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી ગુજરાતની જનતા વચ્ચે નીકળી પડ્યા છે. ત્યારે લાખોની જનમેદની અમદાવાદના રસ્તા પર જોવા મળી રહી છે.

અમદાવાદના રસ્તાઓ કેસરિયો રંગધારી ભાજપમય બન્યા છે. રસ્તામાં ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો છે, તો હવામાં કેસરી કલરના ફુગ્ગા ઉડાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કમળ ખીલ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. દરેક સ્થળે પીએમ મોદીનુ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

આજે સવારે અમદાવાદ(Ahmedabad)માં ભવ્ય રોડ શો દરમ્યાન સૌથી આકર્ષણની કેન્દ્ર ભાજપની કેસરી કલરની ટોપી બની હતી. અત્યાર સુધી તમામ કાર્યકર્તાઓ ખેસ પહેરતા જોવા મળતા હતા. આ વખતે પહેલી વખત મોદી સહિત અન્ય નેતાઓ કેસરી ટોપીમાં જોવા મળ્યા હતા. પીએમ મોદીના રોડ શોમાં તેમણે પહેરેલી ટોપી સૌથી વધુ ચર્ચાઈ રહી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે.

કેસરી ટોપીની ડિઝાઈન પાછળ એક ખાસ હેતુ ઈ છે કે, જે જે લોકો આ ટોપી પહેરે તે તમામ લોકો ગુજરાતમાં કમળ ખીલવે. ટોપી પર કમળ પણ લગાવવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રીનો રોડ શો ગુજરાતની આગામી ચૂંટણી માટેનો બુસ્ટર ડોઝ છે. ભાજપના હિરેન કોટકે જણાવ્યુ કે, આ ટોપી ખાસ ડિઝાઈન કરાઈ છે, જે ભારતીયતાની નિશાની છે. ટોપી દ્વારા ભાજપે લોકોને ભૂતકાળ યાદ કરાવ્યો છે. 80 થી 90 ના દાયકામાં જનસંધના કાર્યક્રમમાં આવી ટોપી પહેરાતી હતી. ત્યારે આવી ટોપી ફરીથી જોઈને ખુશી થાય છે. ટોપી પર ચિકન એમ્બ્રોઈરી વર્કથી ભાજપ લખવામાં આવ્યુ છે. ટોપી પર લીલો અને સફેદ કલર પણ છે, જે ત્રિરંગાને દર્શાવે છે.

કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેશે. સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને હાજર રહેશે. ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે તે હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *