આરોગ્યમંત્રીના દીકરા બાદ પોલીસનું વધુ એક ઘર્ષણ: આ વખતે પોલીસ અને સેના આમને સામને

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે હાલ તો રસી કે અન્ય કોઈ ઉપાય ન હોવાથી સોશિયલ ડિસ્ટન્સીંગ અને ફરજિયાત માસ્ક અને કરફ્યુ જેવા નિયમો…

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે હાલ તો રસી કે અન્ય કોઈ ઉપાય ન હોવાથી સોશિયલ ડિસ્ટન્સીંગ અને ફરજિયાત માસ્ક અને કરફ્યુ જેવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે વારંવાર પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આરોગ્યમંત્રી કુમાર કાનાણી (kumar kanani )અને મહિલા પોલીસકર્મી સુનિતા યાદવ ( sunita yadav )નો કિસ્સો હજુ નથી રોકાયો ત્યાં આર્મીજવાનઅનેપોલીસના ઘર્ષણની ઘટના સામે આવી છે.

છોટા ઉદેપુરમાં માસ્ક ન પહેરવા પર 200 રૂપિયા દંડ કરવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુર ( Chhota Udepur )માં પણ આ મામલે પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઝપાઝપીની ઘટના પ્રકાશમાં આવી છે.આ ઘટનામાં આર્મી જવાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસકર્મીઓ અને આર્મી જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી

નજીકના સૂત્રોના જણાવ્યાનુસાર  છોટાઉદેપુર પોલીસે માસ્ક વગર બહાર નીકળેલા બાઇક ચાલકને અટકાવ્યો હતો. બાઇક ચાલકો પોતાની ઓળખ આર્મી જવાન તરીકે આપી હતી. આ દરમિયાન પોલીસકર્મીઓ અને આર્મી જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવીને જવાને હલ્લાબોલ કર્યો હતો. જે બાદમાં મામલો છુટા હાથની ઝપાઝપી સુધી આવી પહોંચ્યો હતો.

આર્મી જવાન પર કાર્યવાહી

આ મામલે પોલીસે આર્મી જવાન અનિસ રાઠવા સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઝપાઝપી બાદ પોલીસ આર્મી જવાનને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લાવી હતી. સમગ્ર બબાબ દરમિયાન આસપાસ લોકો ભેગા થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *