સુરતની ગજેરા સ્કૂલ બની ખંડણીખોર- ફી આપો નહીતર રીઝલ્ટ નહી મળે, જુઓ વિડીયો

હાલ કોરોના વાયરસના કારણે સમગ્ર ગુજરાતમાં લોકો ઘરમાં કેદ થઇ ગયા છે. લોકો પાસે અત્યારે ખાવાના ખૂટી રહ્યા છે. શિક્ષણજગત થી માંડીને દરેક પ્રકારના રોજગાર…

હાલ કોરોના વાયરસના કારણે સમગ્ર ગુજરાતમાં લોકો ઘરમાં કેદ થઇ ગયા છે. લોકો પાસે અત્યારે ખાવાના ખૂટી રહ્યા છે. શિક્ષણજગત થી માંડીને દરેક પ્રકારના રોજગાર લોકડાઉન દરમિયાન બંધ રહ્યા હતા. હાલની વાત કરી તો થોડા દિવસથી થોડા-થોડા કારખાનાઓ ખુલી રહ્યા છે. પણ લોકડાઉનના સમયમાં લોકો ખુબ ખરાબ પરિસ્થતિ થી જુજ્મી રહ્યા હતા.

હાલ વાત કરીએ ગુજરાતમાં શિક્ષણજગત પણ બંધ છે. દરેક બાળકો ઘરે બેઠા-બેઠા ભણી રહ્યા છે. અને ફી બાબતે સરકારે જ જણાવી દીધું હતું કે નવેમ્બર મહિના સુધી કોઈ શાળાએ ફી બાબતે વાલીઓ સાથે કોઈ પણ પ્રકારની માથાકૂટ કરવી નહિ. પણ તેમ છતાં સુરતની જાણીતી એવી ગજેરા શાળામાં ફી મામલે 600 થી 700 જેટલા વાલીઓને શાળાએ ફી માટે બોલવામાં આવ્યા હતા. અને ગજેરા શાળાએ એવી શરત પણ મૂકી હતી કે જો ફી ભરશો તો જ તમારા બાળકનું પરિણામ મળશે, નહીરત નહિ મળે.

હવે આવા સમયમાં લોકો પાસે ખાવાના ખૂટી રહ્યા છે અને અહિયાં ગજેરા શાળા દ્વારા 600 થી 700 જેટલા વાલીઓને ફી બાબતે શાળામાં બોલાવ્યા હતા. જેનો વિડીયો હાલ સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાથે-સાથે માનવામાં આવી રહ્યું છે કે અગવના દિવસોમાં વાલીઓને ફોન કરીને શાળાએ બોલાવ્યા હતા. એ કારનોસર 600 થી 700 જેટલા વાલીઓ એકસાથે ગજેરા શાળાએ એકઠા થયા હતા. શાળામાં પણ કોઈ પ્રકારનું સોસિયલ ડીસ્ટનસ રાખવામાં પણ આવ્યું નથી. જેનો વિડીયોમાં સાફ-સાફ દેખાઈ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.https://play.google.com/store/apps/details?id=com.trishul.newsઅમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *