ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના બલિયા(Baliya)માં પરાસિયા(Parasia)ના રહેવાસી આર્મી જવાન સંજય સિંહ(Army jawan Sanjay Singh) સિક્કિમ(Sikkim)માં તૈનાત હતા. જવાન સંજય સિંહનું શુક્રવારે વાહનમાંથી પડી જતાં મોત થયું હતું. તે શનિવારે રજા પર ઘરે આવવાના હતા. તે પહેલા જ તેમના મૃત્યુના સમાચાર ઘરે પહોચતા જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
મૃતક જવાન સંજય સિંહની પત્નીની હાલત રડતાં રડતાં વધુ ખરાબ થઈ ગઈ હતી. જવાનની પત્ની સ્વીટી સિંહ 8 મહિનાની ગર્ભવતી છે. આગળના મહિને જ ઘર કિલકારીથી ગુંજી ઊઠવાનું હતું. આખો પરિવાર ખુશ હતો. સંજય તેની પત્નીની સુરક્ષિત ડિલિવરી માટે જ ઘરે આવી રહ્યો હતો. બાળકના જન્મ પહેલાં જ તેના માથા પરથી પિતાનો પડછાયો ઊઠી ગયો.
હલ્દી પોલીસ સ્ટેશનના પરાસિયા ગામનો રહેવાસી સંજય સિંહ આર્મી વિભાગની ગ્રીપમાં સિક્કિમમાં તૈનાત હતા. 10 મહિના પહેલા સ્વીટી સાથે લગ્ન થયા હતા. સૈનિકનો મૃતદેહ આજે ગામ પહોંચે તેવી શક્યતા છે. મૃતક સૈનિકના ઘરે સાંત્વના પાઠવતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. જવાનના મોતની માહિતી મળતાં આસપાસના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં તેમના ઘરે પહોંચી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.