ફિલિપાઇન્સમાં રવિવારના રોજ એટલે કે આજે સવારે એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. દુર્ઘટનામાં સૈન્ય વિમાન ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવે છે કે જે સમયે આ દુર્ઘટના બની ત્યારે 85 લોકો વિમાનમાં સવાર હતા. ફિલીપાઇન્સના સૈન્યના વડા સિરીલિટો સોબેજ્નાએ માહિતી આપતાં કહ્યું કે આ અકસ્માત દક્ષિણ ફિલિપાઇન્સમાં બન્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ફિલિપાઇન્સ એરફોર્સ (પીએએફ) નું સી -130 વિમાન જેમાં 85 લોકો સવાર હતા. આજે સવારે પાટીકુલ સુલુ નજીક અકસ્માત થયો હતો. સુલુ પ્રાંતના જીલો આઇલેન્ડ પર વિમાન લેન્ડીંગ માટે પ્રયાસ કરી રહ્યા હતો ત્યારે વિમાન ક્રેશ થયું હતું અને તેમાં આગ લાગી હતી. વિમાન જમીન પર પડતાની જ સાથે જાણે કે આગનો ગોળો નીચે પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.
BREAKING NEWS: A C-130 aircraft of Philippine Air Force (PAF) with a tail number 5125 and with 85 people onboard crashed today at vicinity of Patikul, Sulu. Fire suppression is ongoing. Standby for more updates. I ?: Bridge Bridge#PlaneCrash #Patikul #Sulu pic.twitter.com/EyEgTaucXz
— Philippine Emergency Alerts – PEA (@AlertsPea) July 4, 2021
વિમાન ક્રેશ થયાના સમાચાર મળતાની સાથે જ ત્યાં પહોંચેલા અધિકારીઓએ આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કરી દીધું હતું. વિમાનમાંથી અત્યાર સુધી 15 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનનનો અકસ્માત કેવી રીતે થયો તેના અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલમાં વિમાનની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.