ફ્રાંસનો હેકર કરોડો ભારતીયની વિગતો આરોગ્યસેતુ એપથી જોઈ રહ્યો છે- PM મોદીની ઓફીસની સ્ફોટક વિગત આપી

કોરોના વાયરસ સામે લડવા માટે સરકારે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી કોરોના સંક્રમિત દર્દીઓને ટ્રેક કરી શકાય છે. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એપ લોન્ચ કર્યાના પહેલા 20 દિવસમાં જ 8 કરોડ ડાઉનલોડ આવી ચુક્યા છે. એપનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃકતા ફેલાવવાનો છે. અત્યાર સુધીમાં 9 કરોડ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે.

પાછલાં શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ આરોગ્ય સેતુ એપ પર ડેટા પ્રાઇવસીને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમને કહ્યું હતું કે,’ આરોગ્ય સેતુ એપ એક અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ છે, જે પ્રાઇવેટ ઓપરેટરને ઓઉટસોર્સ કરેલ છે. જેમાં કોઈ સંસ્થાકીય નિરીક્ષક ન હોવાથી ગંભીર ડેટાની સુરક્ષા અને ગોપનીયતાની ચિંતા ઉભી કરે છે. ટેક્નોલોજી આપણને સુરક્ષિત રાખે છે, પરંતુ નાગરિકોની સંમતિ વગર તેમને ટ્રેક કરવા માટે ભયનો ઉપયોગ કરવો જોઈએ નહિ.’

આ અંગે ફ્રાન્સના એથિકલ હેકર અલિઅટ અલ્ડર્સને આરોગ્ય સેતુ એપની ટીમને ટ્વિટર દ્વારા કહ્યું હતું કે એપમાં સિક્યોરિટીનું ઈશ્યૂ છે. 9 કરોડ લોકોની પ્રાઈવસીને ખતરો છે. શું તમે અલગથી વાત કરી શકો છો? હેકરે એ પણ કહ્યુ કે રાહુલ ગાંધી સાચા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ટ્વિટના થોડા દિવસો પહેલા આરોગ્ય સેતુ એપમાં ડેટાની સુરક્ષા અંગે સવાલ કર્યા હતા.

આરોગ્ય સેતુ એપમાં ડેટાની સેફટીની ચિંતાઓની વચ્ચે સરકારે બુધવારે સ્પષ્ટતા કરી છે. આરોગ્ય સેતુ ટીમે કહ્યું છે કે કોઈ પણ યુઝરની ખાનગી માહિતી લીક થવાનો ખતરો નથી. અમારી હેકર સાથે વાત થઈ ગઈ છે, ચિંતા કરવાની જરૂર નથી. સરકારે ફ્રાન્સના એથિકલ હેકર અલિઅટ અલ્ડર્સને આ બાબતે આપેલી ચેલેન્જના પગલે સ્પષ્ટતા કરી છે. અલ્ડર્સને આ અગાઉ પણ આધારની સિસ્ટમમાં ખામી હોવા બાબતે ધ્યાન દોર્યું હતું.

સરકારે જણાવ્યું કે હેકરે અમને બે ખામીઓ પર એલર્ટ કાર્ય હતા. અમે તે બે ખામીઓને લઈને હેકર સાથે ચર્ચા કરી છે.

  1. હેકરે કહ્યું હતું કે એપ કેટલાક પ્રસંગે યુઝરનું લોકેશન ફેચ કરે છે. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે એપની ડિઝાઈન જ એવી છે. આ અંગે પ્રાઈવેસી પોલીસીમાં વિગતે જણાવવામાં આવ્યું છે. તમામના ફાયદા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. યુઝરનું લોકેશન સર્વર પર એનક્રિપ્ટેડ અને સુરક્ષિત રીતે સ્ટોર થઈ જાય છે.

2. હેકરનો બીજો મુદ્દો હતો કે યુઝર તેની રેડિયસ અને લેટીટ્યુડ-લોન્ગિટ્યૂડ બદલીને હોમ સ્ક્રીન પર કોરોનાના આંકડાઓ જોઈ શકે છે. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે રેડિયસના પેરામીટર ફિક્સ છે. 500 મીટર, એક કિલોમીટર, બે કિલોમીટર, પાંચ કિલોમીટર અને 10 કિલોમીટરના સ્ટાન્ડર્ડ પેરામીટર છે. યુઝર એકથી વધુ લોકેશનના ડેટા જોવા માટે લેટીટ્યુડ-લોન્જિટ્યુડ બદલી શકે છે. તમામ લોકેશન માટે  આ માહિતી સાર્વજનિક છે. તેનાથી કોઈ ખાનગી કે સંવેદનશીલ માહિતીની સુરક્ષા પર અસર પડતી નથી.

આમ છતાં હેકર સરકારના જવાબોથી સંતુષ્ટ ના થયો. તેને કહ્યું કે કાલે ફરી તમારી સાથે વાત કરીશું. જોકે તેણે એપના લોકેશનના રેફરન્સમાં બે કલાક પછી જ સરકારને પુછી લીધું કે ટ્રાઈએન્ગુલેશન શું છે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *