વિશાખાપટ્ટનમ ગેસ લીકેજથી મોતનો આંક 11 એ પહોચ્યો-1000થી વધુ હોસ્પીટલમાં

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માં ગુરુવારની સવાર કાળરૂપી બની ગઈ.  વિશાખાપટ્ટનમમાં ગુરુવારે કેમિકલ કારખાનામાંમાં ગેસ લીકેજ પછી ઓછામાં ઓછા 11 લોકોના મૃત્યુ થયા છે અને ૧૦૦૦થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે.આ ઘટના સ્ટાઈરિન ગેસના લીકેજ થવાથી થઇ હતી. આ ગેસ એક રંગીન તરલ પદાર્થ જેવો છે. જોકે આ ગેસના સેમ્પલ પીળા રંગના પણ હોય છે. આ ગેસ હવામાં ભળ્યા બાદ ઝેરી થઇ જાય છે.

આ ઘટના બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહને આ દુર્ઘટના દુઃખ વ્યક્ત કરવાની સાથોસાથ કહ્યું છે કે, આ ફેકટરીના માલિક એલજી પોલિમર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગેસ લીકેજમાં ભોગ બનેલા લોકોના પરિવારને 1 કરોડનું વળતર આપવામાં આવશે. જે લાકોને ગંભીર સ્થિતિમાં વેન્ટિલેટર રાખવા પડ્યા છે તેમને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.

PM નરેન્દ્ર મોદી એ વિશાખાપટ્ટનમ માં ગેસ લીક ની ઘટના ને ધ્યાને લઈને નેશનલ ડીઝાસ્ટર મેનેજ્મ્મેન્ટ ઓથોરીટી (NDMA) ની મીટીંગ બોલાવી છે. પીએમએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમની નજર આ ઘટના પર છે. અમે સતત ગૃહ મંત્રાલય અને એનડીએમએના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. પીએમ ને આ મામલે આંધ્ર પ્રદેશના જગનગમોહન રેડી સાથે પણ વાતચીત કરી છે.

રાહુલ ગાંધીએ આ ઘટના પર અફસોસ વ્યક્ત કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓને મદદની અપીલ કરી છે. રાહુલે કહ્યું, “હું કોંગ્રેસ કાર્યકર્તાઓ-નેતાઓને પ્રભાવિત લોકોને તમામ જરૂરી મદદ કરવાની અપીલ કરુ છું. જે લોકોના જીવ ગયા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યકત કરુ છું. હોસ્પિટલમાં દાખલ જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *