Shivshakti Textile Market Fire: સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના 25 ફેબ્રુઆરી 2025ના રોજ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિનું દાઝી જવા તેમજ ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું, ત્યારે 26 ફેબ્રુઆરીના રોજ આજે ફરી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં (Shivshakti Textile Market Fire) ભીષણ આગ લાગી છે.જેમાં વેપારીઓનો તમામ માલ બળીને ખાખ થઇ ગયો છે આથી વેપારીઓની પરિસ્થિતિ ખુબ જ દયનિય બની છે. તો કેટલાક વેપારીઓ ધ્રુસકે ધ્રુસકે રડતા નજરે આવ્યા છે.
બે માળમાં આગ ફેલાઈ
શિવશક્તિ માર્કટમાં સવારના 8 વાગ્યા આસપાસ બીજા માળે આગ લાગી ગઈ હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે ઝડપથી ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગમાં કાપડ સહિતના જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની 22થી વધુ ગાડીઓ આવી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.
View this post on Instagram
ગઈકાલે એકનું મોત થયું હતું
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગના લીધે ધુમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા. ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
વેપારીઓનું કોણ? pic.twitter.com/auwsFX1653
— jaydeep shah (@jaydeepvtv) February 26, 2025
આ ઘટનાના પગલે વેપારીઓને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ કેટલાક વેપારીઓની પરિસ્થિતિ ખુબ જ દયનિય બની છે. તો કેટલાક વેપારીઓ પોક મૂકીને રડતા નજરે પડી રહ્યા છે
View this post on Instagram
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App