સુરત ચેક રીટર્ન કેસ: લોકડાઉનના કારણે દ્યંદ્યાકીય રકમની ખેંચ હોય ફરીયાદી પાસેથી હાથ ઉછીના લીદ્યેલા રકમ પરત કરવા આપેલ ચેક બાઉન્સ થતા આરોપીને નામદાર કોર્ટ દ્રારા ‘‘ફરીયાદીને ચેકની બમણી રકમ આપવા અને ૨ વર્ષંની જેલનો હુકમ ફરમાવવામાં આવ્યો’’ કેસની વિગત જોતા પુણાગામના રહીશ અને ફરીયાદી રવિભાઈ હરસુખભાઈ રામાણીએ ગત ૨૫/૦૬/૨૦૨૦ના રોજ રાજકોટ મુકામે રહેતા આરોપી અર્પિત મનસુખભાઈ કોઠીયાને રૂા. ૯,૦૦,૦૦૦/- અંકે રૂપિયા નવ લાખ હાથ ઉછીના આપેલા જેના બદલામાં અર્પિત મનસુખભાઈ કોઠીયાએ (Arpit Kothiya) રવિભાઈ હરસુખભાઈ રામાણીને (Ravi Ramani) નોટરી વકીલની રૂબરૂમાં પ્રોમીસરી નોટ પણ લખી આપેલ હતી જેથી મુદત વિતી જતાં રવિભાઈ હરસુખભાઈ રામાણીએ અર્પિત મનસુખભાઈ કોઠીયા રકમની માંગણી કરતા અર્પિત મનસુખભાઈ કોઠીયાએ પોતાની બેંક ના ૨ ચેકો લખી રવિભાઈ હરસુખભાઈ રામાણીને ઉપરોકત રકમ પરત કરવા માટે આપેલા.
પરંતુ બંને ચેકો વગર ચુકવણીએ પરત ફરતા રવિભાઈ હરસુખભાઈ રામાણીએ વકિલશ્રી યતિન જી. ઢાકેચા તથા મિતેશ એચ. પટેલ મારફતે નામદાર સુરતના બીજા અદ્યીક સિવિલ જડજ તથા જયુડિશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સાહેબની કોર્ટમાં દ્યી નેગોશીએબલ ઈન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે આરોપી અર્પિત મનસુખભાઈ કોઠીયા વિરૂદ્ધ કેસ દાખલ કરેલ અને આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં વકિલશ્રી યતિન જી. ઢાકેચા (Adv Yatin Dhankecha) તથા મિતેશ એચ. પટેલની (Adv Mitesh H Patel) દ્યારદાર દલીલો ને ગ્રાહય રાખીને નામદાર સુરતના બીજા અદ્યીક સિવિલ જજ તથા જયુડિશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સાહેબે આરોપી અર્પિત મનસુખભાઈ કોઠીયાને દ્યી નેગોશીએબલ એકટની કલમ ૧૩૮ના ગુના અન્વયે ૨ વર્ષર્ની જેલની સજા ફટકાવાનો હુકમ કરેલ અને ચેકની રકમ રૂા ૯,૦૦,૦૦૦/- અંકે નવ લાખ પુરા ની બમણી રકમ યાને રૂા. ૧૮,૦૦,૦૦૦/- અંકે અઢાર લાખ પુરા ની રકમ ફરીયાદી રવિભાઈ હરસુખભાઈ રામાણીને ૬૦ દિવસમાં વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કરેલ છૅ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube