ખેડુતોના વિરોધને આવરી લેતા સ્વતંત્ર પત્રકાર મનદીપ પુનિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી અને આજે બપોરે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી. આ પછી તેને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 186, 323 અને 353 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મનદીપ પુનિયા પર સિંઘુ બોર્ડર પર દિલ્હી પોલીસના એસસીઓ સાથે અભદ્ર વર્તનનો આરોપ છે. મનદીપ પૂનીયા સાથે અગાઉ બીજા પત્રકાર ધર્મેન્દ્ર સિંહની પણ અટકાયત કરવામાં આવી હતી પરંતુ પોલીસે આજે સવારે 5:30 વાગ્યે ધર્મેન્દ્રને મુક્ત કર્યો હતો. જ્યારે મનદીપ પુનિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના એડિશનલ કમિશનરે આ વાતની પુષ્ટિ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્રસિંહ પાસેથી બાંહેધરી લેવામાં આવી છે કે, ભવિષ્યમાં તે પોલીસ સાથે અભદ્ર વર્તન કરશે નહીં. બંને ગઈકાલે સિંઘુ બોર્ડર પર સમાચારો આવતા હતા ત્યારે પોલીસે બંને પત્રકારોને કસ્ટડીમાં લીધા હતા. તે સમયે બંને પત્રકારો બંધ રસ્તો અને બેરીકેટ તરફ આગળ વધી રહ્યા હતા.
પુનિયાને કસ્ટડીમાં લેવામાં આવતા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેની આસપાસ છે અને તે તેઓને ક્યાં લઈ જઈ રહી છે. કસ્ટડીમાં લેવામાં આવતાના કેટલાક કલાકો પહેલા પુનિયાએ ફેસબુક પર સિંઘુ બોર્ડર પર હિંસાના મામલે લાઇવ વીડિયો શેર કર્યો હતો. આમાં તેમણે કહ્યું હતું કે, સ્થાનિક હોવાનો દાવો કરનારા ટોળાએ કેવી રીતે આંદોલન સમયે પોલીસની હાજરીમાં પથ્થરમારો કર્યો હતો. ભાજપના માણસોએ ખેડૂતો પથ્થરમારો કર્યો હોવાની સાબિતી આપનાર પત્રકારની દિલ્હી પોલીસે કરી ધરપકડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle