Arshdeep Singh એ કરી એવી ઘાતક બોલિંગ, ચાર વિકેટમાંથી બે વાર તો સ્ટમ્પ તોડી નાંખ્યા

Punjab vs Mumbai Arshdeep Singh best bowling: કહેવાય છે ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. આવી જ એક ક્રિકેટ મેચમાં ipl નો એક મોટો ઉલટફેર જોવા મળ્યો.…

Punjab vs Mumbai Arshdeep Singh best bowling: કહેવાય છે ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. આવી જ એક ક્રિકેટ મેચમાં ipl નો એક મોટો ઉલટફેર જોવા મળ્યો. પંજાબ અને મુંબઈ વચ્ચેની ipl મેચમાં 200થી વધુ રનનો ચેન્જ કરવા ઉતરેલી મુંબઈની ટીમ શરૂઆતની 10 ઓવર સુધી જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ છેલ્લી બે ઓવરમાં મુંબઈની બાજી બગડી જતા હાથમાં આવેલી બાજી ગુમાવી ચુક્યા હતા અને અર્ષદીપની (Arshdeep Singh best bowling) ઘાતક બોલિંગ ની સામે મુંબઈના બેટ્સમેનો ઘૂંટણિયે આવી ગયા.

Arshdeep Singh best bowling

પંજાબ કિંગ્સનો 13 રને વિજય મેળવતા જ કેપ્ટન શિખર ધવને રાહતનો શ્વાસ લીધો જ્યારે તે તેના સાથીઓને અભિનંદન આપવા માટે ડગ આઉટથી બહાર નીકળ્યો. અર્શદીપે બોલિંગ કરેલી છેલ્લી ઓવરમાં મુંબઈના બે બેટ્સમેન ઉપરાઉપરી ક્લીન બોલ્ડ થઈ ગયા હતા જેને કારણે મુંબઈની ટીમ બે ફૂટ પર આવી ગઈ હતી. નવાઈની વાત એ હતી કે અર્ષદીપસિંહએ ઉપરા ઉપરી બે વિકેટ લીધી તે બંને વિકેટ માં તેની ઘાતક બોલિંગ ના કારણે સ્ટમ્પ તૂટી ગયું હતું.

Arshdeep Singh best bowling

 

મુંબઈ તરફથી સૂર્ય કુમાર યાદવ અને કેમરોન ગ્રીને દમદાર બેટિંગ કરતા વિજય કુછ તરફ તેમને આગળ વધારી હતી પરંતુ છેલ્લી બે ઓવરમાં પંજાબના બોલરોએ ચુસ્ત બોલિંગ કરીને મુંબઈના બેટ્સમેનો ના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.

મેચ સમરી ની વાત કરીએ તો પંજાબે પહેલા બેટિંગ લઈને 214 નો સ્કોર 8 વિકેટ ગુમાવીને બનાવ્યો હતો. પહેલા બેટિંગ કરતાં કેપ્ટન સેમ કરન એ 55 રન બનાવ્યા હતા. સેમ કરને 29 બોલનો સામનો કર્યો હતો. જ્યારે MI ની વાત કરીએ તો 20 ઓવરના અંતે તેઓ 6 વિકેટ ગુમાવીને 201 રન બનાવી શક્યા હતા. બેટિંગની વાત કરીએ તો કેમેરોન ગ્રીનએ67 અને સૂર્યકુમાર યાદવ 57 રન બનાવી આઉટ થયો હતો. અર્શદીપ સિંહે સિંહ 4/29 સાથે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *