રિષભ પંતને મેચ જોવા સ્ટેડિયમ જવું મોંઘુ પડ્યું… વધી ગયો દુખાવો, ડોકટરે જે કહ્યું સાંભળી ફેંસ થયા દુખી

Rishabh Pant Latest News: ક્રિકેટ ટીમ ઈન્ડિયાના(Indian Cricket Team) વિકેટ કીપર બેટર રિષભ પંત(Rishabh Pant)ને દિલ્હી કેપિટલ્સ (DC)ને ચિયર કરવા માટે સ્ટેડિયમમાં જવું મોંઘુ પડી…

Rishabh Pant Latest News: ક્રિકેટ ટીમ ઈન્ડિયાના(Indian Cricket Team) વિકેટ કીપર બેટર રિષભ પંત(Rishabh Pant)ને દિલ્હી કેપિટલ્સ (DC)ને ચિયર કરવા માટે સ્ટેડિયમમાં જવું મોંઘુ પડી ગયું હતું. કારણ કે, હવે તેમના જમણા પગમાં દુખાવો થઇ રહ્યો હતો તેમાં વધારો થઇ ગયો છે. પંતના નજીકના સહયોગીએ જણાવતા કહ્યું હતું કે, સ્ટેડિયમમાં જતી વખતે વધુ પડતું ચાલવાને લીધે જે પગની સર્જરી કરવામાં આવી હતી તેમાં જે દુખાવો થઇ રહ્યો હતો તેમાં વધારો થઇ ગયો છે. જેના કારણે રિષભ પંતને લઈને BCCIની યોજના પણ મુશ્કેલીમાં મુકાઈ જવા પામી છે.

મહત્વનું છે કે, IPL 2023ની સાતમી મેચ તારીખ 4 એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચને જોવા માટે રિષભ પંત પણ સ્ટેડિયમમાં આવી પહોંચ્યો હતો. કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ પંત પ્રથમ વાર મેદાન પર દેખાયો હતો.

જો વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ દ્વારા સોશિયલ મીડિયા પર રિષભ પંતના ઘણા વિડીયો શેર કરવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, તે હજુ પણ સરખી રીતે ચાલી શકતો નથી અને તેને હજુ પણ ટેકાની જરૂરિયાત પડી રહી છે. ડોકટરે કહ્યું છે કે, તેને હજુ ફિટ થવામાં લાંબો સમય લાગી શકે છે.

મહત્વનું છે કે, રિષભ પંતના આ સમાચાર પછી ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓમાં વધારો થઇ ગયો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં રિષભ પંતની સ્થિતિમાં સુધારો જોઈને BCCI દ્વારા જૂનમાં ઈંગ્લેન્ડમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પંતને ફિટ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રના જણાવ્યા મુજબ જો વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના બે ફિઝિયો પંતના રિહેબ માટે તેની સાથે છે. પંત હાલમાં દિલ્હીમાં પોતાના ઘરે છે અને તેની સાથે BCCIના ફિઝિયો પણ છે. રિષભ પંત દર અઠવાડિયે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર અર્થે જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *