પંજાબે અર્શદીપની કુલ સંપત્તિ કરતાં પણ વધારે રૂપિયામાં ખરીદ્યો, જાણો તેની નેટવર્થ

Arshdeep Singh IPL Auction: આઇપીએલની 2025ની સીઝન માટે અહીં શરૂ થયેલા મેગા ઑક્શનની શરૂઆત લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહથી શરૂ થઈ હતી જેમાં પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને અન્ય ટીમો સાથેની રસાકસી વચ્ચે 15.75 કરોડ રૂપિયામાં (Arshdeep Singh IPL Auction) ખરીદી લીધો હતો, પરંતુ પછીથી પંજાબ કિંગ્સે તેને પાછો ખરીદી લેવા રાઇટ-ટૂ-મૅચ (આરટીએમ)નો વિકલ્પ વાપર્યો હતો. અર્શદીપનો આરટીએમ પહેલાંનો ભાવ વધારીને 18 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો અને પંજાબે તેને એ ભાવે (18 કરોડ રૂપિયામાં) પાછો મેળવી લીધો હતો.

પંજાબે અર્શદીપને રીટેન કરવાને બદલે હરાજીમાં મૂક્યો
2025ની આઇપીએલ 14મી માર્ચે શરૂ થશે. પંજાબે અર્શદીપને રીટેન કરવાને બદલે હરાજીમાં મૂક્યો હતો અને અર્શદીપે પોતાના માટે બે કરોડ રૂપિયાની મૂળ કિંમત નક્કી કરી હતી. વિવિધ ટીમો (દિલ્હી, ચેન્નઈ, ગુજરાત, બેન્ગલૂરુ, રાજસ્થાનના ફ્રૅન્ચાઇઝીઓ વચ્ચે બિડ-વૉર થયા બાદ પંજાબને આરટીએમના વિકલ્પથી અર્શદીપ પાછો ખરીદી લેવાનો અધિકાર હતો જેનો ઉપયોગ કરીને એણે અર્શદીપને પાછો મેળવી લીધો હતો.

RCB અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર જોવા મળી
અર્શદીપ સિંહ પર સૌ પ્રથમ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે બોલી લગાવી. ચેન્નાઈએ 7.25 કરોડ સુધી જઈને અર્શદીપ પર વધુ પૈસા ખર્ચ્યા નહીં, પરંતુ દિલ્હીએ 9.50 કરોડ સુધી પ્રયાસ કર્યો. અહીંથી RCB અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર જોવા મળી.

પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પણ સાડા દસ કરોડ સુધી જઈને આશા છોડી દીધી. રાજસ્થાન રોયલ્સે પણ પ્રયાસ કર્યો, જેણે 11 કરોડ રૂપિયાથી પોતાની પ્રથમ બોલી લગાવી, પરંતુ RR ના મેનેજમેન્ટે પણ 15.50 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવાનો ઇનકાર કરી દીધો.

15.75 કરોડ રૂપિયામાં અર્શદીપને ખરીદ્યો
સનરાઈઝર્સ હૈદરાબાદે 15.75 કરોડ રૂપિયામાં અર્શદીપને પોતાની સાથે જોડી લીધો હતો, પરંતુ પંજાબ કિંગ્સ પાસે રાઈટ ટુ મેચ કાર્ડ બાકી હતું. પંજાબે RTM કાર્ડ રમવા માટે હા પાડી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાની અગલી બોલી 18 કરોડ રૂપિયા કરી દીધી. પંજાબના મેનેજમેન્ટે થોડા વિચાર વિમર્શ બાદ SRH ની વધેલી બોલીને મેચ કરી અને ફરીથી અર્શદીપને પોતાની સાથે જોડ્યો.