તમને અડધા ભાવે સોનુ અપાવુ કહીને કતારગામના ભેજાબાજે અડાજણના વેપારીનું લાખોનું લગાવ્યું બુચ

સુરત(Surat): શહેરમાં અનેકવાર છેતરપીંડીના(Fraud) મામલાઓ સામે આવતા રહેતા હોય છે. જેમાં ઠગબાજો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના અડાજણ(Adajan) વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેને લીધે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સમગ્ર ઘટના વિશે વિગતવાર જાણીએ તો સુરતના અડાજણ વિસ્તારમાં સોનાના બિસ્કીટ આપવાના નામે 23 લાખથી વધુની છેતરપીંડી કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. જેમાં કતારગામના વિરેશ તરસરિયાં અને તેની ટોકળી દ્વારા અવારનવાર લોકો પાસેથી આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, વિદેશથી સસ્તા સોનાના બિસ્કીટ આવતા હોવાથી તે અનેક લોકોને આ સોનાના બિસ્કીટ અંગેની સ્કીમ આપીને લોકો સાથે ઠગાઈ કરે છે. આટલું જ નહિ આ વિરેશ તરસરિયાં અને તેની ગેંગ દ્વારા સુરતમાં રહેતા અનેક લોકોને આ પ્રકારની લોભામણી સ્કીમ આપીને પોતાની જાળમાં ફસાવ્યા છે.

લોકોને અલગ અલગ પ્રકારની લોભ લાલચ અને સ્કીમ આપીને પોતાની જાળમાં ફસાવતી આ ટોળકી કેટલાય દિવસથી સુરતમાં સક્રિય થઇ અનેક લોકોને છેતરપીંડીનો શિકાર બનાવી રહી છે. ત્યારે હવે પોલીસ દ્વારા આ ઠગબાજો સામે ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેતો જોવું જ રહ્યું. અમે તમને કહી રહ્યા છે કે, કોઈ લોભામણી કે લાલચી સ્કીમ જોઇને તેમાં ફસાવવું ન જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *