અમદાવાદમાં મોંઘીદાટ કારમાંથી થઇ રહી હતી એવી વસ્તુની ચોરી કે… -જાણીને વિશ્વાસ નહિ આવે

રાજ્યમાંથી અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક…

રાજ્યમાંથી અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ અમદાવાદ શહેરમાં કારમાંથી ફક્ત સાઇલન્સરની ચોરી ખુબ ચર્ચામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં સાયલેન્સર ચોરી કરતી 5 ગેંગના 14 ચોરોને ઝડપીને આતંરરાજ્ય ટોળકીને પકડી છે. સાયલેન્સર ચોરીના 95 થી વધુ ગુનાની નોંધણી થઇ હતી. ત્યારે આ ગેંગને પકડવા માટે એલસીબીએ ટીમ બનાવી હતી. જેમાં તેને મોટી સફળતા મળી છે.

પોલીસની ગીરફમાં આવેલા આ આરોપીઓ જેલમાં નાખવામાં આવ્યા છે. આ એક બે નહી પરંતુ 14 આરોપીઓ છે, બાવળા, ધોળકા, રૂપાલ અને સાણંદનાં આ આરોપીઓએ સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ જેવા જિલ્લામાં સાયલેન્સરની ચોરી કરીને તમામ જિલ્લામાં અશાંતિ ફેલાવી રહ્યા હતા. આરોપીઓ અગાઉ આશીફ પાર્ટીની રૂપાલ ગેંગમાં બાઈક, સાયલેન્સર અને ઢોરની ચોરીના કેસમાં પણ છે.

ચોરીની ઘટનાને અંજામ આપવા માટે અલગ અલગ 5 ગેંગ બનાવી હતી. આરોપીઓએ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 29, ગાંધીનગરમાં 15, મહેસાણામાં ખેડામાં 5-5, આણંદમાં 9 એમ કુલ 64 થી વધુ ઈકો ગાડીનાં સાયલેન્સર ચોરી કરી હતી. તેમજ અમદાવાદ અને આણંદ જિલ્લામાંથી 31 ઢોરની ચોરી કરી હોવાનું સામે આવી રહ્યું છે.

અમદાવાદના શહેર અને જિલ્લામાં છેલ્લાં 1 વર્ષ દરમિયાન અનેક લોકોના વાહનોમાંથી સાયલેન્સર ચોરીના કેસો સામે આવ્યા છે. ક્રાઈમબ્રાંચે અનેક આરોપીઓની આ ગુનામાં ધડપકડ કરી હતી પંરતુ ચોરીની ઘટનાઓ સદંતર વધતી જ રહે છે.

ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે રૂપાલના આસીફ પાર્ટી ગેંગના સભ્યો ગેંગમાંથી છુટા પડીને અલગ અલગ ગેંગ બનાવી જિલ્લાનાં ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી હોવાની માહિતીના આધારે બાવળા તેમજ ધોળકામાં અલગ અલગ જગ્યાઓ પરથી 14 વ્યક્તિની ધરપકડ કરી 13.95 લાખનો માલ જપ્ત કર્યો છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે આ ગુનામાં રૂપાલનાં મુખ્ય આરોપી આસિફ ઉર્ફે પાર્ટી વ્હોરા સહિત 14 આરોપીની ધરપકડ કરી છે. તેઓની પાસેથી 1.80 લાખની કિંમતનાં ઈકો કારનાં 12 સાયલેન્સર, 60 હજારની કિંમતની 6 કિલો પ્લેટીનિયમની માટી, 10 મોબાઈલ ફોન, 10 લાખથી વધુની કિંમતની 4 ગાડીઓ અને રોકડ રકમ 45 હજાર કબ્જે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *