અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. હરિયાણા (Haryana)ના મહેન્દ્રગઢ(Mahendragarh) જિલ્લામાં કનિના-દાદરી રોડ પર એક ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત ગામ ખરકડાબાસ બસ સ્ટેન્ડ પાસે થયો હતો. જ્યારે સ્વિફ્ટ(Swift) વાહનને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અર્ટિગા કાર નિયંત્રણ બહાર ગઈ હતી અને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
સ્વિફ્ટને બચાવવા જતાં અકસ્માત:
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેન્દ્રગઢ જિલ્લાના ખેડી-તલવાના ગામના 6 લોકો અર્ટિગા કારમાં કનિના તરફ આવી રહ્યા હતા. જ્યારે તેઓ ખારખાડાબાસ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા, ત્યારે સામેથી એક સ્પીડમાં આવતી સ્વીફ્ટ કાર દેખાઈ, તેમને બચાવવાના પ્રયાસમાં તેમની કાર કાબૂ બહાર ગઈ અને રોડની બાજુમાં આવેલા ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે, કારના ફુરચા ઉડી ગયા હતા અને અકસ્માતમાં ખેડી ગામના રહેવાસી શિવકુમાર, તલવાના રહેવાસી મોહિત અને રાકેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તલવાના રહેવાસી બિજેન્દ્ર અને અશોક ગંભીર રીતે ઘાયલ થયા હતા.
હોસ્પિટલ પહોંચે તે પહેલા મૃત્યુ પામ્યા:
અકસ્માત બાદ રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામને કારમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં 3 લોકોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા. કનિના સબ જનરલ સિવિલ હોસ્પિટલના એમઓ લલિત યાદવે જણાવ્યું કે, અકસ્માતમાં ઘાયલ 3 લોકો હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. 2ની હાલત ગંભીર હોવાથી તેઓને પ્રાથમિક સારવાર બાદ ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે. તે જ સમયે, એકની સારવાર કરવામાં આવી રહી છે, જે હાલમાં સંપૂર્ણ રીતે ઠીક છે.
અકસ્માતના સમાચાર મળતાં જ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કનિના સદર પોલીસ સ્ટેશનના પ્રભારી બ્રહ્મપ્રકાશએ જણાવ્યું કે માહિતી મળી હતી કે, ખરખાદબાસ બસ સ્ટેન્ડ પર અકસ્માત થયો હતો. ઘટનાસ્થળે પહોંચીને જાણવા મળ્યું કે 3 લોકોના મોત થયા છે અને 2ની હાલત ગંભીર છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણેયના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.