સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. ત્યારે અમદાવાદમાં આ જ ઘટના બનતા બનતા રહી ગઈ છે.
દેશભરમાં મહિલાઓ સાથે થતી છેડતીના અનેક કિસ્સાઓ વારંવાર બનતા રહે છે. આવો જ એક કિસ્સો હાલમાં અમદાવાદમાં બન્યો છે. જેમાં એકલતાનો લાભ ઉઠાવીને કારીગરે મહિલાને બાથભીડીને છેડતી કરી હતી. આ અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ગીતામંદિર ખાતે આવેલ મજૂર ગામમાં એક મહિલા કે, જે દરજીકામ કરતી હતી અને તેમના પતિ નવરંગપુરા ખાતે લેડીઝે ડ્રેસમાં ઈલાસ્ટીક નાખવાનુ કામ કરતા હતા અને આ કામ કરીને તેમનુ ગુજરાન ચલાવતા હતા. તેઓ કાચો મુદ્દામાલ નવરંગપુરા ખાતેથી લાવતા હતા અને ઘરે સીલાઈકામ કરતા હતા અને તૈયાર કરી પાછો માલ તે જ જગ્યા પર પરત કરી આવતા હતા. જેમાં તેમની મુલાકાત ત્યા કામ કરતા કારીગર મનોજભાઈ સાથે થઈ હતી.
પછી તેઓ જ ઘરે માલ આપવા માટે આવતા હતા. પરંતુ થોડા સમય પછી મહિલા બીજી જગ્યાનું કામ મળતા છ મહિનાથી નવરંગપુરાથી માલ લાવતી ન હતી. પરંતુ તેમ છતા 1 ફેબ્રુઆરીના રોજ મનોજભાઈનો ફોન આવ્યો હતો કે, તમારો દિકરો ક્યા ગયો છે તો મહિલાએ જવાબ આપ્યો કે, સ્કુલે અને ત્યાર બાદ તેમના પતિનું પુછ્યુ તો મહિલાએ જવાબ આપ્યો કે તેઓ નોકરી પર ગયા છે.
આ દરેક વાતની જાણ મનોજભાઈને થતા અને મહિલા ઘરમાં એકલી હોવાનું જાણતા તેઓ ઘરે પહોંચી ગયા હતા અને મહિલાને જબરજસ્તી બાથમાં ભીડી લીધી હતી અને આખા શરીર પર હાથ ફેરવા લાગ્યો હતો. આ સમય દરમ્યાન મહિલાએ બુમાબુમ કરી મુક્તા મનોજભાઈ ત્યાથી નાસી છુટ્યા હતા. જેની જાણ મહિલાએ તેની પતિને થતા પતિએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી અને પોલીસએ છેડતીની ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.