1 જાન્યુઆરીથી સરકાર લગ્ન કરનારને આપશે આટલા તોલું સોનું મફત, જાણો વિગતે

જો તમે આવનારા નવા વર્ષમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ખરેખરતો 1 જાન્યુઆરીથી અસમ સરકાર ઓછામાં ઓછી…

જો તમે આવનારા નવા વર્ષમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ખરેખરતો 1 જાન્યુઆરીથી અસમ સરકાર ઓછામાં ઓછી 10 ધોરણ ભણેલી અને લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવનારી દરેક દુલ્હનને 10 ગ્રામ સોનું ભેટમાં આપશે. સરકારે આ સ્કીમની જાહેરાત ગયા મહિને કરી હતી. સરકારે આ યોજનાનો લાભ લેવા માટે અમુક શરતો મૂકી છે.

“અરૂંધતિ સ્વર્ણ યોજના”નો લાભ લેવા માટે અમુક શરતો રાખવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માંગતા દુલ્હનનાં પરિવારની વાર્ષિક આવક 5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. “અરૂંધતિ સ્વર્ણ યોજના”નો લાભ છોકરીનાં પહેલાં લગ્ન પર જ મળશે. તેના માટે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

“અરૂંધતિ સ્વર્ણ યોજના” અંતર્ગત સોનું ફિઝીકલ ફોર્મમાં આપવામાં નહી આવે, લગ્નનાં રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ 30,000 રૂપિયા દુલ્હનનાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ત્યારબાદ તેને સોનાની ખરીદીની રસીદ સબમીટ કરવાવાની રહેશે. આ પૈસાનો ઉપયોગ અન્ય કોઈ ઉદ્દેશ્ય માટે થઇ શકશે નહિ.

10 ગ્રામ સોના માટે 30,000 રૂપિયાની રકમ આખા વર્ષનાં સોનાની સરેરાશ કિંમત ધ્યાને લીધા બાદ નક્કી કરવામાં આવી છે.  દરેક બજેટમાં તેમાં સુધારો કરવામાં આવશે. ડેપ્યુટી કમિશનર કચેરીઓ ઉપરાંત સર્કલ ઓફિસોમાં પણ લગ્નની નોંધણી કરાશે. “અરુંધતી સ્વર્ણ યોજના” સરકારી તિજોરીમાં વાર્ષિક આશરે 800 કરોડનો ખર્ચ થશે. હાલમાં, અસમ સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના પર ત્રણ મહિના માટે 300 કરોડનું બજેટ રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *